• હાર્દિક પંડ્યા સાથેના અફેરની ચર્ચા વચ્ચે અનન્યા પાંડેનો ખુલાસો
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાર્દિક અને અનન્યાની મસ્તી
  • મારે 3 વાર લગ્ન કરવા છે અને ઘણા ફંક્શન પણ કરવાના છે: અનન્યા

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ બાદ અનન્યા પાંડેનું નામ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે.

અનન્યા પાંડેએ લગ્ન અંગે કર્યો મોટો ખુલાસો

હાલમાં જ અનન્યા પાંડેએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી. અભિનેત્રીએ લગ્નમાં હાર્દિક પંડ્યા સાથે ખૂબ જ ડાન્સ કર્યો હતો ત્યારબાદ તેમના અફેરની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી હતી. હવે હાર્દિક પંડ્યા સાથે તેનું નામ જોડાયા બાદ અનન્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનન્યા પાંડેનો એક જૂનો વીડિયો ખૂબ ચર્ચામાં છે જેમાં અભિનેત્રીએ તેના લગ્નની યોજનાનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે તે એક નહીં પરંતુ ત્રણ વાર લગ્ન કરશે. જેમાં ચંકી પાંડે અને ભાવના પાંડે 25મી વેડિંગ એનિવર્સરી પર ફરી લગ્ન કરવાની વાત કરી રહ્યા છે.

અનન્યા પાંડે કહ્યું- મારે ત્રણવાર લગ્ન કરવાનાં છે

વીડિયોમાં શનાયા કહે છે કે, 'મને લાગે છે કે તમે પહેલા લગ્ન કરશો.' જવાબમાં અનન્યા પાંડે કહે છે કે, 'હું આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહી છું.' આ પછી શનાયા કહે છે કે તે પરંપરાગત લગ્ન કરવા માંગે છે. આના પર અનન્યાએ કહ્યું હતું કે, 'હા, હું પણ. મારે 3 વાર લગ્ન કરવા છે અને ઘણા ફંક્શન પણ કરવાના છે.

રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર 2 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. બંને વેકેશનમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આ સિવાય અનન્યા અને આદિત્ય ઘણી વખત ડેટ નાઇટ પર સ્પોટ થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે હવે બંને અલગ થઈ ગયા છે. જો કે અનન્યા અને આદિત્યએ હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.

અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ખો ગયે હમ કહાં ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મને ચાહકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો નથી. હવે અભિનેત્રી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ શંકરામાં જોવા મળશે.


  • Follow us on: