- 50 વર્ષથી વધુ જૂનું અને ઈરાની ગીત બાળકોએ ગાયુ
- આ ગીતને ઈરાનના તમામ લગ્ન અને સમારંભોમાં વગાડવામાં આવે છે
- બોબીની મૂંગા વિલનની ભૂમિકાએ લોકોને ચકિત કર્યા
'એનિમલ' મૂવી આ સમયે ધમાલ મચાવી રહી છે. આ એ ફિલ્મ છે જેમાં હીરો જ નહીં પણ વિલેનની પણ ચર્ચા થઈ રહી છે. વિલેન એટલે કે બોબી દેઓલ જેઓએ ખલનાયકોને માનો વિચારમાં મૂકી દીધા છે. એક્શન, ડાર્ક, થ્રિલરથી ભરેલી આ ફિલ્મ એક ખાસ કારણે ચર્ચામાં છે. તેનું કારણ છે તેનું ગીત, જે સુપર ડુપર હિટ રહ્યું છે.
ફિલ્મ રિલીઝ થયા બાદ બોબી દેઓલનું એન્ટ્રી સોંગ ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે, જેનું ટાઇટલ જમાલ જમાલુ છે. પરંતુ શું તમે જાણો છો કે આ 50 વર્ષથી વધુ જૂનું છે અને ઈરાની ગીત છે. બોબી દેઓલ જ્યારે ફિલ્મમાં એન્ટ્રી કરે છે ત્યારે તે આ ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. આ ગીતનું સંગીત એકદમ અનોખું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક કવિતા હતી જેને પછીથી ગીતમાં રૂપાંતરિત કરવામાં આવ્યું, ત્યારથી લઈને અત્યાર સુધી તે ઈરાનના તમામ લગ્ન અને સમારંભોમાં વગાડવામાં આવે છે.













