• એનિમલ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કામ શરૂ થયું

  • દુબઈથી આ પ્રમોશનની શરૂઆત કરવામાં આવી
  • પઠાણ બાદ રણબીરને મળ્યું દુબઈમાં પ્રોમો કરવા

રણબીર કપૂરની એનિમલ 1 ડિસેમ્બરે વિકી કૌશલની સેમ બહાદુર સાથે ટકરાવા માટે તૈયાર છે. દરમિયાન, સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ એનિમલનું 60-સેકન્ડનું ટીઝર 17 નવેમ્બરના રોજ દુબઈમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું હતું. બુર્જ ખલીફા પર આગામી ફિલ્મ એનિમલનું અનકટ ટીઝર જોવા મળ્યું હતું. આ દરમિયાન ફિલ્મના સ્ટાર્સ બોબી દેઓલ અને રણબીર કપૂર જોવા મળ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

એક્શન અવતારમાં રણબીર

[[$googlead]]

રણબીર કપૂર એનિમલમાં એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. તેના રફ એન્ડ ટફ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે. બ્રહ્માસ્ત્ર અને તુ જૂતી મેં મક્કર બાદ રણબીર કપૂરના ફેન્સને એનિમલ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જોકે, આ પહેલા પણ ફિલ્મને લઈને ઘણી બધી એવી અપડેટ આવી હતી. જેમાં રણબીરે ફિલ્મ સંબંધીત વાતો કરી હતી. જોકે, એક વાત તો નક્કી છે કે, આ ફિલ્મમાં રણબીરનો એક નવો અવતાર જોવા મળશે. જે રીતે ફિલ્મ પઠાણનું ટીઝર બુર્જ ખલિફામાં બતાવવામાં આવ્યું હતું. એ રીતે રણબીરની ફિલ્મનું ટીઝર પણ અહીં પ્લે કરવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મ લઈ ફેન્સ રાહ જોઈને બેઠા છે.

[[$alsoread]]

બન્નેનો ચાહકવર્ગ અલગ

પઠાણ ફિલ્મે વર્લ્ડવાઈડ સારી એવી કમાણી કરી છે. જોકે, દુબઈમાં ઘણી બઘી ભારતીય ફિલ્મોને રિલીઝ કરવામાં આવે છે ત્યાંના થિએટર્સમાં પણ બતાવવામાં આવે છે. આ વખતે રણબીરની ફિલ્મની શરૂઆત વર્લ્ડ લેવલ પર થઈ છે. જોવાનું એ રહે છે કે, વર્લ્ડવાઈડ તે કેટલું ક્લેક્શન કરી શકે છે. એની સામે વિકી કૌશલની ફિલ્મ સામ બહાદૂર પણ રિલીઝ થવાની છે. રણબીર અને વિકીનો બન્નેનો એક અલગ ચાહક વર્ગ છે.

  • Follow us on: