- માત્ર 19 વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની અંકિતા લોખંડે
- સાઉથની ફિલ્મ માટે આપ્યું હતું ઓડિશન
- નિર્મતાએ રોલ આપવાના બદલે કરી અભદ્ર માંગણી
લોકપ્રિય ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેના કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું કે તે ખૂબ જ નાની ઉંમરમાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. અંકિતાએ જણાવ્યું કે તેણે પણ કરિયરના શરૂઆતી તબક્કામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો જ્યારે તેની સાથે આવું થયું ત્યારે તે માત્ર 19 વર્ષની હતી.
સાઉથની ફિલ્મ માટે ઓડિશન આપ્યું
કોઈનું નામ લીધા વિના અંકિતાએ કહ્યું હતું કે તેણે સાઉથની ફિલ્મો માટે ઓડિશન આપ્યું હતું. તેણે સાઈન કરવા આવવાનું કહેતો ફોન આવ્યો હતો.અંકિતાએ જણાવ્યું કે તે આ કોલથી ખૂબ જ ખુશ હતી પરંતુ તેના મનમાં શંકા પણ હતી કે શું તેને ખરેખર પસંદ કરવામાં આવી છે. તેણે વિચાર્યું કે તે નસીબ હોઈ શકે છે અથવા તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું હશે.
અંકિતા સામે આ શરત મૂકી
અંકિતાની કારકિર્દીની શરૂઆતમાં તેને શંકા હતી કે, આટલી સરળતાથી કેવી રીતે પસંદ થઈ શકે. તેણે ફરીથી પ્રોડક્શન કંપનીને પૂછ્યું કે શું તેની ખરેખર પસંદગી કરવામાં આવી છે. તેના જવાબમાં તેને કહેવામાં આવ્યું કે હા થઈ ગયું છે પરંતુ આ માટે એક શરત પૂરી કરવી પડશે. અંકિતાએ જણાવ્યું કે, આ રોલ માટે મારી પાસે નિર્મતાએ અભદ્ર માંગણી કરી હતી. અંકિતાએ ગુસ્સામાં આવીને કહ્યું કે તે નથી માનતી કે તમારા નિર્માતાને ફિલ્મ માટે પ્રતિભાશાળી વ્યક્તિની જરૂર છે.
આ રીતે અંકિતાને પહેલો શો મળ્યો
અંકિતાએ ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટારની શોધમાં ભાગ લીધો હતો. આ શોને કારણે તેને પવિત્ર રિશ્તાની ઓફર મળી હતી. અંકિતાએ પવિત્ર રિશ્તામાંથી અર્ચના તરીકે ટીવી જગતમાં પોતાની ઓળખ બનાવી હતી.