• અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો
  • અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલા ભારતીય ટીમના પ્રખ્યાત બેટ્સમેન સુરેશ રૈનાને ડેટ કરી ચુકી છે
  • અનુષ્કા શર્મા અર્જુન કપૂર અને મોડલ ઝોહેબ યુસુફ સાથે પણ રિલેશનશિપમાં રહી છે

બોલિવૂડને બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અભિનેત્રી છેલ્લા 6 વર્ષથી ઇન્ડસ્ટ્રીથી દૂર છે. અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. અભિનેત્રીએ પોતાના અભિનયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી છે. તે ઘણા સ્ટાર્સ સાથે રિલેશનશિપમાં પણ હતી પરંતુ તે બધા સાથે એક્ટ્રેસના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. જેમાં રણવીર સિંહથી લઈને અર્જુન કપૂર સુધીના નામ સામેલ છે. અભિનેત્રી વિરાટ કોહલી પહેલા ભારતના પ્રખ્યાત ક્રિકેટરને પણ ડેટ કરી ચુકી છે.

વિરાટ નહી આ ક્રિકેટર સાથે હતું અફેર

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. બંનેની મુલાકાત એક ટીવી એડ દરમિયાન થઈ હતી. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવૂડ અને ક્રિકેટની દુનિયામાં પાવર કપલ અને 'વિરુષ્કા' તરીકે ઓળખાય છે. આ દંપતીને બે બાળકો છે પુત્રી વામિકા અને પુત્ર અકાય. અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલા ભારતીય ટીમના પ્રખ્યાત બેટ્સમેન સુરેશ રૈનાને પણ ડેટ કરી ચુકી છે. બંનેની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી જ્યાં અનુષ્કા તેની ફિલ્મના શૂટિંગ માટે અને રૈના ક્રિકેટ સિરીઝ માટે આવી હતી. બંનેમાંથી કોઈએ તેમના અફેરના સમાચારની પુષ્ટિ કે નકારી કાઢી પરંતુ આ સંબંધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો હતો.

આટલા છોકરાને ડેટ કર્યા બાદ વિરાટ સાથે કર્યા લગ્ન

સુરેશ રૈના બાદ અનુષ્કા શર્માનું નામ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ સાથે પણ જોડાયું હતું. બોલિવૂડ સિરિયલ રોમિયો તરીકે પ્રખ્યાત રણબીર કપૂર સાથે અનુષ્કાના અફેરના સમાચાર પણ આવ્યા હતા. પછી સમાચાર આવ્યા કે તે શાહિદ કપૂરને ડેટ કરી રહી છે પરંતુ આ સંબંધ આગળ વધે તે પહેલા જ તૂટી ગયો હતો. અનુષ્કા શર્મા અર્જુન કપૂર અને મોડલ ઝોહેબ યુસુફ સાથે પણ રિલેશનશિપમાં રહી છે. અંતે ભારતીય ટીમ અને IPLનો શાનદાર બેટ્સમેન વિરાટ કોહલી અભિનેત્રીના જીવનમાં આવ્યો અને બંનેએ એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા.

  • Follow us on: