• અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના બાળકો વામિકા અને અકાય સાથે લંડન શિફ્ટ થઈ ગયા છે
  • બંને હંમેશા પોતાના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનો પ્રયાસ કરતા રહ્યા છે
  • ભારતમાં તેમની સેલિબ્રિટી લાઈફ છોડીને આ કપલ પોતે લંડનમાં નોન-સેલિબ્રિટી લાઈફ એન્જોય કરી રહ્યા છે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે, જ્યાં બંને ગ્લેમર અને લાઈમલાઈટથી દૂર નોન-સેલિબ્રિટી લાઈફ એન્જોય કરી રહ્યા છે. અનુષ્કા-વિરાટ હંમેશા તેમની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ગંભીર છે અને તેને લાઈમલાઈટથી દૂર રાખતા જોવા મળ્યા છે. તે બંને પોતાના બાળકો વામિકા અને અકાયની પ્રાઈવસીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. આ દરમિયાન લાઈમલાઈટથી દૂર રહેવા માટે, કપલ લંડનમાં છે, જ્યાંથી સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક તસવીરો સામે આવી છે. હાલમાં જ અનુષ્કા અને વિરાટ લંડનમાં શોપિંગ માટે નીકળ્યા હતા અને કોઈએ બંનેને પોતાના કેમેરામાં કેદ કરી લીધા.

અનુષ્કા-વિરાટ લંડનમાં કરવા ગયા શોપિંગ

સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં અનુષ્કા શર્મા આગળ ચાલતી જોવા મળી રહી છે અને વિરાટ કોહલી હાથમાં શોપિંગ બેગ સાથે અનુષ્કાને ફોલો કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે અનુષ્કાએ વ્હાઈટ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું છે અને લાલ હેન્ડબેગ લઈને જઈ રહી છે, ત્યારે વિરાટ બ્લેક પેન્ટ અને હાથમાં શોપિંગ બેગ સાથે પિંક ટી-શર્ટ પહેરીને અનુષ્કાની પાછળ ચાલી રહ્યો છે. આ પહેલા પણ વિરાટ કોહલીનો એક વીડિયો લંડનથી સામે આવ્યો હતો, જેમાં ક્રિકેટર લાઈમલાઈટ અને ગ્લેમરથી દૂર રહીને નોન-સેલિબ્રિટી તરીકે સિમ્પલ લાઈફ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વિરાટ ટ્રેનની રાહ જોતો જોવા મળ્યો હતો.

 

પહેલીવાર 2013માં મળ્યા હતા અનુષ્કા-વિરાટ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની લવ સ્ટોરીની વાત કરીએ તો બંનેની પહેલી મુલાકાત 2013માં એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. જે બાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમણે લાંબા સમય સુધી પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. 2017 માં બંનેએ ઈટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલે જાન્યુઆરી 2021 માં તેમની પહેલી પુત્રીની સ્વાગત કર્યું અને તેનું નામ વામિકા રાખ્યું.

અનુષ્કાએ ફેબ્રુઆરીમાં પુત્રને આપ્યો હતો જન્મ

આ વર્ષે ફેબ્રુઆરીમાં અનુષ્કા અને વિરાટે તેમના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. આ કપલ ફેબ્રુઆરીમાં એક પુત્રના માતા-પિતા બન્યા અને તેનું નામ અકાય રાખ્યું. કપલે સોશિયલ મીડિયા દ્વારા તેમના પુત્રનું નામ જાહેર કર્યું હતું. અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે 'ઘણી ખુશીઓ અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમે બધાને જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું!'

  • Follow us on: