અરબાઝ ખાન અને શૂરા ખાન હાલમાં જોરદાર ચર્ચામાં છે. કપલને લઈને અનેક ચર્ચાઓ થાય છે કે તે ટૂંક સમયમાં માતા પિતા બનશે. પરંતુ ખાન પરિવાર તરફથી હજુ સુધી કોઈએ આ ચર્ચા પર પ્રતિક્રિયા આપી નથી.
પરંતુ એવું લાગે છે કે અરબાઝ ખાને પોતે જ આ સમાચારની પુષ્ટી કરી દીધી છે. હાલમાં અરબાઝ અને શૂરા ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને શું કહ્યું.
અરબાઝ અને શૂરા ખાનનો વીડિયો વાયરલ
અરબાઝ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અરબાઝ અને શૂરા બંને જોવા મળી રહ્યા છે. શૂરાના ફેસ પર એક અલગ જ ગ્લો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આ કપલ પાપારાઝી સામે પોઝ આપતું જોવા મળે છે. આ દરમિયાન એક પાપારાઝીએ કપલને શુભેચ્છા પાઠવી અને કહ્યું મેમ કોન્ગ્રેચ્યુલેશન. પાપારાઝીના આ સવાલ પર અરબાઝ ખાને કહ્યું કે થેન્ક યૂ, થેન્ક યૂ.
ફેન્સે આપી પ્રતિક્રિયા
ત્યારબાદ વીડિયોમાં અરબાઝ અને શૂરા કાર પાસે જતા જોવા મળે છે. હવે ફેન્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે કે અરબાઝે પોતાના આ રિએક્શનથી શૂરાની પ્રેગ્નેન્સીને કન્ફર્મ કરી દીધી છે. પરંતુ પાપારાઝીએ અરબાઝ અને શૂરાને કઈ વાતની શુભેચ્છા પાઠવી તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ ટૂંક સમયમાં જ માતાપિતા બનશે.
શૂરાનો વીડિયો પણ થયો હતો વાયરલ
આ પહેલા પણ શૂરા ખાનનો એક વીડિયો સામે આવ્યો હતો. આ દરમિયાન શૂરા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. શૂરાએ પાપારાઝીના કેમેરા સામે પોઝ પણ આપ્યો હતો અને આ દરમિયાન તેનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો હતો. શૂરાના આ વીડિયો પર પણ ફેન્સે ખૂબ પ્રેમ પણ વરસાવ્યો હતો. પરંતુ આ ચર્ચાની ખાન પરિવારે કોઈ પુષ્ટિ કરી નથી.
2023માં થયા હતા લગ્ન
ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે આ કપલ આ બાબતે ક્યારે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરશે. જો આપણે શૂરા અને અરબાઝ ખાનની વાત કરીએ, તો આ કપલે 25 ડિસેમ્બર 2023 ના રોજ લગ્ન કર્યા હતા. આ દરમિયાન કપલના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ફેન્સે તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.