- અર્જુન કપૂર આજે ઉજવી રહ્યો તેનો જન્મદિવસ
- મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં
- અર્જુન અનુષ્કા શર્મા સાથે લગ્ન કરવાનું જોતો હતો સપનું
અભિનેતા અર્જુન કપૂર આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 26 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનું નામ હંમેશા મલાઈકા અરોરા સાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે એક એવી અભિનેત્રીનું નામ સામે આવ્યું છે જેની સાથે અર્જુન કપૂર લગ્ન કરવા માંગતા હતા. તેને ક્રિકેટરની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો.અર્જુન કપૂરે પોતાના જીવનની આવી જ એક ઘટના શેર કરી હતી. અર્જુને એકવાર કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
'કોફી વિથ કરણ'માં કરી હતી કબૂલાત
અર્જુન કપૂર અરબાઝ ખાનની પહેલી પૂર્વ પત્ની મલાઈકાને ડેટ કરી રહ્યો છે, પરંતુ 'કોફી વિથ કરણ'માં જ્યારે અર્જુન કપૂરને પૂછવામાં આવ્યું કે તે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા ઈચ્છશે તો અર્જુને જવાબ આપ્યો હતો 'અનુષ્કા શર્મા'. એટલું જ નહીં આ દરમિયાન વરુણ ધવન પણ અર્જુન સાથે શોમાં આવ્યો હતો. અર્જુને આ જવાબ આપતા જ વરુણે તરત જ કહ્યું કે તમે હંમેશા અનુષ્કાનું નામ લો છો. અર્જુન આ બાબતે શરમ અનુભવતો જોવા મળ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે એક સમય એવો હતો જ્યારે અર્જુન ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા અને આ જ મિત્રતામાં અર્જુન કપૂર અનુષ્કાના પ્રેમમાં પડવા લાગ્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ અર્જુન કપૂરે કર્યો હતો.
મલાઈકા અર્જુનના જન્મદિવસની પાર્ટીમાં જોવા ન મળી
અર્જુન કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે તેણે ગઈકાલે રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના તમામ સેલેબ્સ હાજરી આપવા આવ્યા હતા. ચાહકોની આંખો મલાઈકા અરોરાને શોધતી રહી, પરંતુ બોયફ્રેન્ડ અર્જુનના જન્મદિવસની ઉજવણીમાં હાજરી ન આપીને મલાઈકાએ ફરીથી બ્રેકઅપના સમાચારને વેગ આપ્યો છે.
સંબંધો પર પૂર્ણવિરામ મુક્યું
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ વર્ષ 2017માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ હવે તેમણે ચૂપચાપ તેમના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અહેવાલ અનુસાર, એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે મલાઈકા અને અર્જુને તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. જો કે, તેઓ હજી પણ એકબીજાને માન આપે છે અને તેમના નિર્ણયોને યોગ્ય માને છે.