• મલાઈકાએ અર્જુનના જન્મદિવસની ઉજવણીમાં હાજરી ન આપી
  • ફેન્સને લાગ્યું કે, અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે
  • 'મને એવા લોકો ગમે જેમના પર હું આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકું':મલાઈકા

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અર્જુન તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. અર્જુન પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે પરંતુ ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે. મલાઈકાએ અર્જુનના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી ન હતી તે પછી ફેન્સને લાગ્યું છે કે, તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

મલાઈકાની પોસ્ટ થઈ વાયરલ

જોકે, મલાઈકા અને અર્જુને હજુ સુધી તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી નથી. મલાઈકાએ અર્જુનને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી નથી પરંતુ એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. મલાઈકા અરોરા દર વર્ષે અર્જુનના જન્મદિવસ પર તેની સાથે હોય છે. ઘણી વખત કપલ ​​બર્થડે પર સાથે ટ્રિપ પર જતું અને સાથે પાર્ટી પણ કરતી હતી. પરંતુ આ વખતે અર્જુનના જન્મદિવસ પર મલાઈકા બધાથી દૂર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તેમની પોસ્ટે બ્રેકઅપના સમાચારને વધુ જોર આપ્યું છે.


મલાઈકાએ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી

મલાઈકા અરોરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, 'મને એવા લોકો ગમે છે જેમના પર હું આંખો બંધ કરીને અને પીઠ ફેરવીને વિશ્વાસ કરી શકું.' મલાઈકાની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.

બંને 2019થી ડેટિંગ કરી રહ્યા હતા

તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન 2019થી ડેટ કરી રહ્યા છે. જોકે તેમના બ્રેકઅપના સમાચાર થોડા અઠવાડિયા પહેલા આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, મલાઈકા અને અર્જુન અલગ થઈ ગયા છે. એક સૂત્રએ કહ્યું હતું કે, 'મલાઈકા અને અર્જુન ખૂબ જ ખાસ સંબંધ ધરાવે છે અને બંનેના દિલમાં હંમેશા એક બીજા માટે ખાસ સ્થાન રહેશે અને તેઓએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે. તેઓ કોઈને પણ તેમના સંબંધો બગાડવા નહીં દે. મલાઈકાએ હજુ સુધી પોસ્ટ નથી કરી પરંતુ તે કદાચ શેર કરી શકે છે.


  • Follow us on: