'ઈન્ડિયન આઈડલ 12'ની સ્પર્ધક અરુણિતા કાંજીલાલ આજે એક મોટી સ્ટાર બની ગઈ છે. અરુણિતાના અવાજ અને તેની ગાયકીના ફેન્સ દિવાના છે. પરંતુ હાલમાં અરુણિતા એક ખાસ કારણથી ચર્ચામાં રહે છે. ખરેખર, અરુણિતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે.
અરુણિતાનો ડીપફેક ફોટો
અરુણિતા 7 મહિનાની પ્રેગ્નેન્ટ હોવાના રિપોર્ટ છે. તસવીરોમાં અરુણિતા સાડી પહેરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અરુણિતાના બેબી બમ્પને જોઈને ફેન્સ હેરાન થઈ ગયા, કારણ કે સિંગરે હજુ લગ્ન કર્યા નથી. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પરંતુ આ સાચું નથી. સિંગરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની પ્રેગ્નન્સીને લઈને કોઈ ફોટો શેર કર્યો નથી. ખરેખર, બેબી બમ્પ સાથેની અરુણિતાની તસવીરો એઆઈ દ્વારા અથવા એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. તેની તમામ વાયરલ તસવીરો ફેક છે.

અરુણિતાની ટીમે આપ્યું નિવેદન
અરુણિતાની ટીમે હવે તેના વાયરલ પ્રેગ્નન્સી ફોટોનું સત્ય જાહેર કર્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં, સિંગરની ટીમે કહ્યું કે તેના ફોટા સંપૂર્ણપણે ફેક છે. ટીમે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે અરુણિતા પ્રેગ્નેન્ટ નથી અને પ્રેગ્નન્સીના ખોટા સમાચારમાં તેની કોઈ સંડોવણી નથી. અરુણિતાની ટીમ મેમ્બરે કહ્યું કે અમે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી નકલી તસવીરોથી વાકેફ છીએ. આ શરમજનક બાબત છે કે લોકો અરુણિતા વિશે આવી ખરાબ અફવાઓ ફેલાવી રહ્યા છે. વાયરલ તસવીરો નકલી છે. તેને અરુણિતા સાથે કોઈ લેવાદેવા નથી.
પવનદીપ રાજન સાથેની તસવીર થઈ વાયરલ
વધુમાં ટીમ મેમ્બરે કહ્યું કે અમે ફેન્સને વિનંતી કરીએ છીએ કે આવા ખોટા સમાચાર ફેલાવવાનું ટાળે. અરુણિતાના અંગત જીવનની વાત કરીએ તો ઈન્ડિયન આઈડલ દરમિયાન એવી ચર્ચા થઈ હતી કે અરુણિતા શોના અન્ય સ્પર્ધક પવનદીપ રાજનને ડેટ કરી રહી છે. પરંતુ બંનેએ હંમેશા રિલેશનશિપમાં હોવાની વાતને નકારી કાઢી છે. આશ્ચર્યની વાત એ છે કે પવનદીપ રાજન પણ અરુણિતા સાથે કેટલાક ફેક ફોટામાં જોવા મળે છે. બંને પોતાની દીકરીના જન્મની જાહેરાત કરતા જોવા મળે છે. પરંતુ આ તમામ ફોટો ફેક છે. આ તસવીરો ડીપ ફેક છે અથવા એઆઈ દ્વારા બનાવવામાં આવી છે. આ તસવીરોની સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.