'અરે ભાઈ...જેઠાલાલનું નામ સાંભળતા જ બબીતાજીનો બગડ્યો મૂડ, જાણો શું છે કારણ
'અરે ભાઈ...જેઠાલાલનું નામ સાંભળતા જ બબીતાજીનો બગડ્યો મૂડ, જાણો શું છે કારણ
Entertainment| By Sandesh Team | Published: Aug 22, 2024 04:49 pm
લોકો બબીતાજીની પ્રતિક્રિયા જોઈને દંગ
પાપારાઝીએ બબીતાજીને જન્મદિવસ પર જેઠાલાલને બોલાવવા કહ્યું
બબીતાજીનો જેઠાલાલનું નામ સાંભળીને બગડ્યો મૂડ
અરે ભાઈ...એ શો અલગ છે વાસ્તવિક જીવન અલગ છે: બબીતાજી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં જેઠાલાલ અને બબીતા જીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ફેન્સ આ બંને સ્ટાર્સને સ્ક્રીન પર એકસાથે જોવાનું પસંદ છે. હાલમાં મુનમુન તેની માતા સાથે જોવા મળી હતી ત્યારે તેણે અભિનેતાનું નામ સાંભળીને એવી રીતે પ્રતિક્રિયા આપી હતી કે લોકો તેની પ્રતિક્રિયા જોઈને દંગ રહી ગયા હતા.
મુનમુન દત્તા લાંબા સમયથી તારક મહેતામાં બબીતા જીનું પાત્ર ભજવી રહી છે. હાલમાં જ તેની માતાના જન્મદિવસ પર તે સાથે જોવા મળી હતી. આવી સ્થિતિમાં, પાપારાઝીએ અભિનેત્રીને તેના જન્મદિવસ પર જેઠાલાલ જીને ચોક્કસપણે બોલાવવા કહ્યું હતું. મુનમુન આ નામ સાંભળતા જ તેનો મૂડ બગડી ગયો હતો. તેના ચહેરા પર પણ નિરાશાના ભાવ દેખાતા હતા. અભિનેત્રીએ તરત જ કહ્યું હતું કે 'અરે ભાઈ... એ શો અલગ છે વાસ્તવિક જીવન અલગ છે.' ત્યાર બાદ મુનમુને ઉભી રહીને તેની માતા સાથે પોઝ આપ્યા હતા.
ફેન્સે આપી આ પ્રતિક્રિયા
મુનમુન દત્તાના આ વીડિયો પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, 'જ્યાં બબીતાજી ત્યાં જેઠાલાલ.' અન્ય એક ફોલોઅરે લખ્યું કે, 'જેઠાલાલ આ વીડિયો જોઈને ખુશ થઈ જશે'. ત્રીજા યુઝરે લખ્યું કે, 'જેઠાલાલ વિચારતા જ હશે તે મને રિજેક્ટ કરીને મારા પર બદલો લેશે.'
હવે 'તારક મહેતા' શોમાં બહુ ઓછા જૂના સ્ટાર્સ બાકી છે. મોટાભાગના જૂના સ્ટાર્સે શો છોડી દીધો છે અને તેમની જગ્યાએ નવા સ્ટાર્સ આવ્યા છે જ્યારે દયાબેન એટલે કે દિશા વાકાણીએ શો છોડ્યા બાદ હજુ સુધી કોઈ શોમાં આવ્યું નથી. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે.