• શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં હાથોમાં હાથ પરોવી સાથે જોવા મળ્યા હતા
  • બાદશાહે પોસ્ટ કરતાં લખ્યું, "સોરી ઇન્ટરનેટ, તમે વિચારો છો એવું નથી'
  • ભિનેત્રી મૃણાલ ઠાકુરે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી

અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથેના પોતાના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ પર મૌન તોડતા રેપર સિંગર બાદશાહે મંગળવારે મોટો ખુલાસો કર્યો છે. બાદશાહે મૃણાલ સાથે કોઈ જ રિલેશનશિપ ન હોવાનું કબૂલ્યું છે. આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા ઉર્ફે બાદશાહ ગત સપ્તાહે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં મૃણાલ ઠાકુરનો હાથ પકડતો જોવા મળ્યો હતો. ત્યારબાદથી જ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. 37 વર્ષીય બાદશાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને ચાલી રહેલી ચર્ચાઓ તરફ ઈશારો કરતાં લખ્યું હતું કે, “ડિયર ઈન્ટરનેટ, તમને ફરી એકવાર નિરાશ કરવા બદલ માફ કરશો. તમે જે વિચારો છો તેવું કઈ જ નથી."

જોકે, 31 વર્ષીય અભિનેત્રી મૃણાલ ઠાકુરે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આ પહેલા બાદશાહે વર્ષે એપ્રિલમાં મોડલ ઈશા રિખી સાથેના લગ્નના સમાચારોને પણ ફગાવી દીધા હતા. બાદશાહની પૂર્વ પત્ની જાસ્મીન મસીહ છે. બંનેને 6 વર્ષની પુત્રી છે. ઉલ્લેખનીય છે કે બાદશાહ અને મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક સમયથી ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે. ત્યારબાદ, એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે રેપર અને અભિનેત્રી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

હવે પહેલીવાર બાદશાહે આ મુદ્દે મૌન તોડ્યું છે. મૃણાલ ઠાકુર અને બાદશાહે એક ગીત પણ સાથે શૂટ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મૃણાલ ઠાકુર પોતાની ફિલ્મ પીપ્પાને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. પીપ્પામાં મૃણાલ ઠાકુર સાથે ઈશાન ખટ્ટર લીડ રોલમાં છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી.


  • Follow us on: