• રિયાલિટી શો 'બિગ બોસ 17'ને લઇ થઇ ચર્ચા
  • અંકિતા લોખંડેએ એક્સ બોયફ્રેન્ડને કર્યો યાદ
  • સુશાંત સિંહના અંકિતાએ કર્યા ભરપેટ વખાણ


ટીવીનો રિયાલિટી શો 'બિગ બોસ 17' આ દિવસોમાં દર્શકોનો ફેવરિટ છે. આ શોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. અંકિતા લોખંડે પણ હંમેશા શોમાં પોતાની સમસ્યાઓ વિશે વાત કરતી જોવા મળે છે. આ સાથે જ બિગ બોસના ઘરમાં અંકિતા જેની સૌથી વધુ ચર્ચા કરે છે તે સુશાંત સિંહ રાજપૂત છે. અભિનેત્રીએ શોમાં પૂર્વ બોયફ્રેન્ડ સુશાંત વિશે ઘણી વખત વાત કરી છે. ફરી એકવાર અંકિતાએ પોતાના અને સુશાંત વિશે ઘણી વાતો કહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે સુશાંતે તેને સાત વર્ષ સુધી રિલેશનશિપમાં રહી. તે કેટલો મહેનતુ હતો?

સુશાંત સિંહ રાજપૂત ફિલ્મો માટે કેટલી મહેનત કરતા હતા

છેલ્લા એપિસોડમાં અંકિતાએ અભિષેક કુમાર અને ઈશા માલવીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે સુશાંતની પહેલી ફિલ્મ 'કાઈ પો છે' રીલિઝ થઈ હતી. તે સમયે હું ખૂબ જ રડી હતી...મને ખૂબ ગર્વ હતો. સુશાંતે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.

અંકિતાએ કહ્યું કે- "તેની એમએસ ધોનીને 2 વર્ષ માટે પોસ્ટપોન થઇ ગઇ હતી. આ બે વર્ષમાં તેણે ખૂબ જ મહેનત કરી હતી. અમે આખી રાત પાર્ટી કરતા હતા, હું સૂઈ જતી હતી પરંતુ તે સવારે 6 વાગ્યાથી ક્રિકેટ રમવાનું શરૂ કરી દેતો હતો. તેણે 2 વર્ષ સુધી ઘણું ક્રિકેટ રમ્યું. તે ખૂબ જ મહેનતુ અને હાર્ડ વર્કિંગ હતો"

સુશાંત આ રીતે અંકિતા સાથે રહેતો હતો

અંકિતાએ સુશાંત સાથેના તેના સંબંધો વિશે આગળ કહ્યું, "અમે સાત વર્ષ સુધી સાથે હતા. પરંતુ આ 7 વર્ષોમાં તેણે ક્યારેય મારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. તેણે ક્યારેય મારી સાથે ગેરવર્તણૂક કરી નથી. અમારી વચ્ચે ઝઘડા થતા હતા પરંતુ ક્યારેક અમારી વચ્ચે કોઈ મોટી લડાઈ નહોતી થઈ. "

  • Follow us on: