• મને નથી લાગતું કે હિનાને કેન્સર થયું છે, જલદી જ ઠીક થઈ જવાની પોસ્ટ આવશે

  • તેવામાં બિગ બોસ ઓટીટી સિઝન-2ના કન્ટેસ્ટન્ટ પુનીત સુપર સ્ટારનું રિએક્શન સામે આવ્યું છે
  • આજકાલ તેઓ બીમારીનું બહાનું સોશિયલ મીડિયા પોસ્ટ પર નાખી દેતા હોય છે.

ટીવી અભિનેત્રી હિના ખાન જીવનના ખૂબ મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહી છે. ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી તે પીડાઈ રહી છે. તેની સારવાર શરૂ થઈ ચૂકી છે.માત્ર દેશમાંથી જ નહીં ,

પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ તેને જલદી સાજી થાય તેવી દુઆઓ મળી રહી છે. પરંતુ આપણા જ દેશના એક ઇન્ફ્લુએન્સરને લાગે છે કે હિના ડ્રામા કરી રહી છે, કેન્સર થયું હોવાનું ખોટું બોલી રહી છે. આ ઇન્ફ્લુએન્સરનો વીડિયો વાઇરલ થતાં લોકોએ તેને આડે હાથ લેવાનું શરૂ કરી દીધું છે. 36 વર્ષની હિના ખાને ફેન્સને જાણકારી આપી કે તે બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છે. કીમો થેરપી માટે વાળ પણ પોતે જ કાપ્યા. કુટુંબીજનો અને ફેન્સ ચિંતા કરી રહ્યા છે. બધા તેને હિંમત બંધાવી રહ્યા છે. તેવામાં બિગ બોસ ઓટીટી સિઝન-2ના કન્ટેસ્ટન્ટ પુનીત સુપર સ્ટારનું રિએક્શન સામે આવ્યું છે. તેએ ઇન્સ્ટા. એકાઉન્ટ પર વીડિયો શેર કરીને હિના જુઠ્ઠું બોલી રહી હોવાનું કહ્યું છે. તેમણે લખ્યું છે કે,'હિના ખાને બ્રેસ્ટ કેન્સર થયાના ખોટા સમાચાર ફેલાવ્યા છે. જો હિના ખાનને કેન્સર જેવી બીમારી હોય તો પોતાના એકાઉન્ટ પરથી પોતાની બીમારી વિશે જાણકારી કોણ આપે? આજકાલ તેઓ બીમારીનું બહાનું સોશિયલ મીડિયા પોસ્ટ પર નાખી દેતા હોય છે.


  • Follow us on: