• લવ સિન્હાએ સોનાક્ષીના સસરાને મુદ્દે પોસ્ટ શેર કર્યા પછી ડિલીટ કરી હતી

  • બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર
  • ભાઈ સાથેના અણબનાવના અહેવાલ વચ્ચે સોનાક્ષીએ એક ક્રિપ્ટેડ પોસ્ટ શેર કરી છે

ઇકબાલ 23 જૂનના રોજ લગ્ન બંધનમાં બંધાઈ ગયા. સોનાક્ષીના લગ્ન સતત સમાચારોમાં રહ્યા. સોનાક્ષીના લગ્નને મુદ્દે વિવાદો પણ સામે આવ્યા. ક્યારેક સમાચાર આવ્યા કે સોનાક્ષીના લગ્નથી પરિવારના લોકો અને પિતા નારાજ છે.

તે પછી એ ચર્ચા શરૂ થઈ કે બંને ભાઈ લવ અને કુશ લગ્નમાં સામેલ ના થયા. તે પછી લવે સ્પષ્ટતા કરી કે લગ્નમાં તે કેમ ગેરહાજર રહ્યો. તે પછી લવે પોતાના એક્સ એકાઉન્ટ પર સોનાક્ષીના સસરા ઇકબાલ રતનસી સંબંધી પોસ્ટ શેર કરી અને પછી ડિલીટ કરી દીધી. ભાઈ સાથેના અણબનાવના અહેવાલ વચ્ચે સોનાક્ષીએ એક ક્રિપ્ટેડ પોસ્ટ શેર કરી છે. પોસ્ટ ખૂબ ચર્ચામાં છે. સોનાક્ષીએ પોસ્ટમાં લખ્યું છે કે,'કેવી રીતે સમજવું કે અવાજ ક્યારે બંધ રાખવો, કે પૂરી રીતે બંધ (વિમાન,મૂવી થિયેટર) રાખવો. કેવી રીતે સમજવું કે તમે જે ઇચ્છો છો તે તમને નથી મળી રહ્યું. કઈ રીતે પર્ચાવરણ પ્રતિ ગંભીર ચિંતા પેદા કરવી. કઈ રીતે સમજવું કે શાબ્દિક અને પ્રતીકાત્મક રીતે જીવવું અને જીવવા દેવું.'

સોનાક્ષીએ પોસ્ટમાં આગળ પર લખ્યું છે કે,'ઝડપથી અલગથલગ પડી રહેલી દુનિયામાં દયાળુતા અને સમાવેશિતાનું પૂરું મહત્ત્વ. કેવી રીતે સમજવું કે તમારાથી વિરુદ્ધના મત હોઈ શકે છે, અને તે છે. કઈ રીતે સમજવું એક સહજ અને વિનમ્ર યુવાન બનવું.' વાસ્તવમાં સોનાક્ષીની આ પોસ્ટમાં ભાઈનું નામ ના લખ્યું હોય પરંતુ લોકો તેને લવ તરફ ઇશારો માને છે.


  • Follow us on: