બોલીવુડના ફેમસ એક્ટર ગોવિંદા પત્ની સુનિતા આહુજા સાથેના છૂટાછેડાની ચર્ચાને કારણે સમાચારમાં છે. આ દરમિયાન તેની ગેરહાજરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. ગોવિંદા ફરી એકવાર પોતાના પરિવારને લઈને ચર્ચામાં છે. કારણ કે તેમના પુત્ર યશવર્ધને તેમના જન્મદિવસ પર પિતા વિના કેક કટ કરી.


1 માર્ચે ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજાએ તેનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, જેમાં યશવર્ધન તેની માતા સુનિતા અને બહેન ટીના સાથે પાર્ટીનો આનંદ માણતો જોવા મળ્યો. પરંતુ આ વીડિયોમાં ગોવિંદાની ગેરહાજરીથી ફેન્સ હેરાન થઈ ગયા.

ગોવિંદા અને સુનિતા અલગ થયા?

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ગોવિંદા અને તેની પત્ની સુનિતા વચ્ચે અણબનાવ છે અને બંને છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ સમાચાર 6 મહિના જૂના હોવાનું કહેવાય છે અને તેના પર કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. પરંતુ હવે તેમના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં ન આવવાથી સવાલો ઉભા થઈ રહ્યા છે.


પુત્રના જન્મદિવસે ક્યાં છે ગોવિંદા?

વીડિયો વાયરલ થતાં જ ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક ફેન્સે કહ્યું કે "શું પરિવારમાં બધું બરાબર નથી?" તો કેટલાક ફેન્સે અનુમાન લગાવ્યું કે ગોવિંદા તેની ફિલ્મના શૂટિંગમાં બિઝી હશે. પરંતુ તેની ગેરહાજરીએ ફરી એકવાર કૌટુંબિક અણબનાવની અટકળોને વેગ આપ્યો છે.

ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે યશવર્ધન

ગોવિંદાનો દીકરો યશવર્ધન આહુજા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ડાયરેક્ટર સાઈ રાજેશની રોમેન્ટિક ફિલ્મથી ડેબ્યૂ કરશે. યશવર્ધન ઘણા સમયથી ફિલ્મોમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે અને તેના ફેન્સ તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.


  • Follow us on: