• અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના નજીકના મિત્રએ કર્યો બ્રેકઅપનો ખુલાસો
  • આદિત્ય સાથેના બ્રેકઅપ બાદ અનન્યા ખૂબ જ દુઃખી છે
  • અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતા

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર કપલ રિલેશનશિપમાં હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે બંને સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા નથી. હવે તેમના એક નજીકના મિત્રએ તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી છે.

શું અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનું બ્રેકઅપ?

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના નજીકના મિત્રએ જણાવ્યું હતું કે માર્ચમાં જ કપલનું બ્રેકઅપ થઈ ગયું હતું. 'લગભગ એક મહિના પહેલા તેઓનું બ્રેકઅપ થયું હતું. તેઓને સબંધ એકબીજા સાથે સારી રીતે ચાલી રહ્યો ત્યારે હવે બ્રેકઅપ બધા માટે આઘાતજનક છે. તેઓ એકબીજા પ્રત્યે નિષ્ઠાવાન છે.

બંનએ આગળ વધવાનો પ્રયાસ કર્યો

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આદિત્ય સાથેના બ્રેકઅપ બાદ અનન્યા ખૂબ જ દુઃખી છે પરંતુ તે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. તે તેના નવા મિત્ર સાથે સમય વિતાવી રહી છે. આદિત્ય પણ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને ઘણી વખત સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે.

આ કપલ છેલ્લે માર્ચમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યું હતું. આદિત્ય અને અનન્યાની એક તસવીર સામે આવી હતી જેમાં અભિનેત્રી તેના અફવા બોયફ્રેન્ડ આદિત્યની બાહોમાં જોવા મળી હતી. આ સિવાય હવે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. અનન્યા અને આદિત્યની ડેટિંગની અફવાઓની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે કરણ જોહરે સારા અલી ખાનને 'કોફી વિથ કરણ 8'માં પૂછ્યું કે અનન્યા પાસે એવી કઈ વસ્તુ છે જે તેની પાસે નથી. તો સારાએ કહ્યું હતું કે, 'એ નાઈટ મેનેજર' જે આદિત્યની હિટ વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરનો સંદર્ભ હતો.

અનન્યાએ પોસ્ટથી થયો હતો ખુલાસો

તમને જણાવી દઈએ કે ગયા મહિને જ અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. જે બાદ તેમના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા હતા. પોસ્ટમાં લખ્યું હતું કે જો તે ખરેખર તમારા માટે છે તો તે તમારી પાસે પરત આવશે. આ ફક્ત તમને પાઠ શીખવશે જે તમે ફક્ત તમારી જાતે જ શીખી શકો છો.

  • Follow us on: