• બ્રેકઅપ પછી પણ મલાઈકાનું સન્માન જાળવતા હોવાથી લોકોએ પ્રશંસા કરી

  • મલાઈકા-અર્જુન એક જ ઇવેન્ટમાં હોવા છતાં એકબીજાથી દૂર બેઠા હતા
  •  ઉલ્લેખનીય છે કે અર્જુન અને મલાઈકા વર્ષ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને મુદ્દે ચર્ચામાં છે. એવું કહેવાય છે કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ચૂક્યું છે.

બંને લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળતા નથી. જોકે શુક્રવારે મલાઈકા અને અર્જુનને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. એવું લાગતું હતું કે બંને વચ્ચે બધું ઠીકઠાક થઈ ગયું છે. પરંતુ જે નવા વીડિયો સામે આવી રહ્યા છે તે જોતાં બંનેના સંબંધો હજી સુધર્યા નથી. વાસ્તવમાં એક વીડિયો એવો સામે આવ્યો છે કે બંને રેમ્પ વોક જોઈ રહ્યા છે. બંનેની બેઠક વચ્ચે ખાસ્સુ અંતર હતું. તેમાં જોઈ શકાય છે કે મલાઈકાને ભીડથી બચાવવા પહેલાં અર્જુન રસ્તો બનાવે છે અને પછી મલાઈકા ત્યાંથી જતી રહે છે. તે પછી અર્જુન પણ જતો રહે છે. જોકે વીડિયો જોઈને લોકો અર્જુનની પ્રશંસા કરી રહ્યા છે. તેમને લાગે છે કે બ્રેકઅપ પછી પણ અર્જુન મલાઈકાનું સન્માન કરી રહ્યો છે, તેની કાળજી લઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અર્જુન અને મલાઈકા વર્ષ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લાંબો સમય બંને સાથે રહ્યા. આ વર્ષે મે મહિનામાં બંનેના બ્રેક અપના અહેવાલો આવ્યા હતા. થોડા દિવસ પહેલાં અર્જુનના જન્મદિવસે મિત્રો અને પરિવારના સભ્યો આવ્યા હતા પરંતુ મલાઈકા પાર્ટીમાં નહોતી આવી. તે પછી બ્રેકઅપની અટકળો તેજ થઈ ગઈ છે. અર્જુનના વ્યાવસાયિક જીવન વિશે વાત કરવામાં આવે તો હવે તેઓ સિંઘમ અગેઇન ફિલ્મમાં જોવા મળશે. રોહન શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અર્જુને વિલનની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં રણવીરસિંહ, અક્ષયકુમાર,અજય દેવગણ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રાોફ લીડ રોલમાં છે.


  • Follow us on: