- જીવનમાં કંઈક નવું કરવાનો વિચાર કોઈના પ્રતિ કડવાશને કારણે નથી આવતો : કંગના
- મારા ઘરને હિંસક રીતે તોડી પાડવામાં આવ્યું. મને લાગ્યું હતું કે વ્યક્તિગત હુમલો થયો છે: કંગના
- કંગનાએ બીએમસીએ મુંબઇમાં તેમના ઘરના એક ભાગને તોડી પાડયો તેનો ઉલ્લેખ પણ કર્યો
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા પછી સતત ચર્ચામાં છે. કંગના રાજકારણમાં નહોતી આવી ત્યાં સુધી કહ્યા કરતી હતી કે તેને રાજકારણમાં નથી પ્રવેશવું. હવે એક પોડકાસ્ટમાં કંગનાએ પોતાની રાજકીય કારકિર્દી વિશે ચર્ચા કરી છે.
બીએમસીએ મુંબઇમાં તેમના ઘરના એક ભાગને તોડી પાડયો તેનો ઉલ્લેખ પણ કર્યો. કંગનાએ સ્પષ્ટતા કરી કે આ ઘટનાને કારણે તે રાજકારણમાં નથી આવી. કંગનાએ સ્પષ્ટતા કરી કે વર્ષ 2020માં રાજકારણમાં તેઓ પ્રવેશ્યા તેને ઘર તૂટવાની ઘટના સાથે નિસ્બત નથી. વર્ષ 2020માં મુંબઇમાં સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ ચાલી રહી હતી. તે વખતે શિવસેના અને કંગના રનૌત વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી હતી. તે દરમિયાન જ બીએમસીએ કંગનાના ઘરના એક ભાગને તોડી પાડયો હતો. બીએમસીનું કહેવું હતું કે ઘરનો તે ભાગ ગેરકાયદે ઊભો થયો હતો.










