- ઊર્મિલા માતોંડકરની 'સ્કેન્ડલ' સહિત અડધો ડઝન ફિલ્મનું નિર્માણ કર્યું હતું, ફિલ્મી સામયિક સ્ટારડસ્ટના પ્રકાશક હતા
- 26 જાન્યુઆરી 1938ના રોજ જન્મેલા નારી હીરાનું 86 વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું
- 1938માં કરાચીમાં જન્મેલા નારી હીરા અને તેમનો પરિવાર 1947માં વિભાજન પછી મુંબઇ આવ્યા હતા.
ઊર્મિલા માતોંડકરની ચર્ચિત ફિલ્મ 'સ્કેન્ડલ' સહિત અડધો ડઝનથી વધુ ફિલ્મોના નિર્માતા અને તેમના સમયના ફિલ્મી મેગેઝિન 'સ્ટારડસ્ટ'ના પ્રકાશક નારી હીરાનું મુંબઇમાં અવસાન થયું છે.
26 જાન્યુઆરી 1938ના રોજ જન્મેલા નારી હીરાનું 86 વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું. સીધી ડીવીડી પર પણ ફિલ્મ રિલીઝ કરવાની પરંપરાને ચલણમાં લાવવા બદલ પણ ફિલ્મ ઉદ્યોગમાં નામ જાણીતું થયું હતું. 'હિબા ફિલ્મ્સ'ના બેનર નીચે તેમણે એક ડઝન જેટલી ફિલ્મો સીધી વીડિયો પર રિલીઝ કરી હતી. 1938માં કરાચીમાં જન્મેલા નારી હીરા અને તેમનો પરિવાર 1947માં વિભાજન પછી મુંબઇ આવ્યા હતા.










