- સુઝાન અને રિતિક પોતાના પુત્ર માટે ઇવેન્ટમાં ચિયર લીડર્સ બન્યાં
- સુઝાન ખાને ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ, વીડિયો શેર કર્યા; સેલેબ્સ સહિત ફેન્સે અભિનંદન પાઠવ્યાં
- પુત્રની ગ્રેજ્યુએશન સેરેમનીમાં રિતિક અને સુઝાન બંને સામેલ થયાં હતાં
બોલિવૂડ સ્ટાર રિતિક રોશન અને સુઝાન ખાન ફરી એક વાર ફેમિલી માટે સાથે જોવા મળ્યાં છે. ડિવોર્સ બાદ બંને પોતાનાં બાળકો માટે એકસાથે સ્પોટ થતાં રહે છે. રિતિક અને સુઝાનના પુત્ર રેહાન રોશને તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. પુત્રની ગ્રેજ્યુએશન સેરેમનીમાં રિતિક અને સુઝાન બંને સામેલ થયાં હતાં. પ્રાઉડ પેરેન્ટની જેમ રિતિક રોશન પોતાના પુત્ર માટે ગર્વ કરતા જોવા મળ્યો હતો, તો સુઝાનની ખુશીનો પણ પાર નહોતો. સુઝાન અને રિતિક પોતાના પુત્ર માટે ઇવેન્ટમાં સૌથી મોટા ચિયર લીડર્સ બન્યાં હતાં.
27 મે, સોમવારે રિતિક રોશનની ઈટ વાઇફ સુઝાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર રેહાન રોશનની ગ્રેજ્યુએશન સેરેમનીનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે પુત્રની સફળતા પર ગર્વ અનુભવતી જોવા મળી. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, અમે ક્યાં જઈએ, કોઈ નથી જાણતું.. પરંતુ મારે કહેવું જોઈએ કે હું મારા રસ્તે છું. અભિનંદન મારા પુત્ર. તું મારી શક્તિનું પ્રતીક છો. આ તારા જીવનના સૌથી સારા દિવસોની શરૂઆત છે. વીડિયોમાં કેક પર લખ્યું હતું, અભિનંદન. આ તારા જીવનનું સૌથી સારું વર્ષ છે. કારપેડિએમ... તારા પર ગર્વ છે. ઇન્સ્ટાગ્રામ પરના ફોટોઝમાં રિતિક રોશન પણ કૂલ લૂકમાં જોવા મળે છે. કપલે કો-પેરેન્ટની જેમ પોઝ આપ્યા હતા.










