• ઇન્ડસ્ટ્રી એવી છે કે જ્યાં ક્રાફ્ટને ખૂબ ઓછી બાબતો સાથે લેવાદેવા: જોયા હુસેન

  • ભૂતકાળમાં તેને આવા અનોખા કારણો આગળ ધરીને ભૂમિકા આપવા ઇનકાર થઈ ચૂક્યો છે
  • જોયા હુસેન મનોજ બાજપેયીની ફિલ્મ ભૈયાજીનો ભાગ રહેલી છે

ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ઓછી હોય તો કોઈ કલાકારનું કામ છીનવાઈ શકે છે? મનોજ બાજપેયીની ફિલ્મ ભૈયાજીનો ભાગ રહેલી જોયા હુસેને કહ્યું છે કે ભૂતકાળમાં તેને આવા અનોખા કારણો આગળ ધરીને ભૂમિકા આપવા ઇનકાર થઈ ચૂક્યો છે. અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મુક્કાબાજથી ચર્ચામાં આવેલી અભિનેત્રીએ કહ્યું કે એક સમયે તેને ઇન્સ્ટાગ્રામ પર ઓછા ફોલોઅર્સ હોવાનું કારણ આગળ ધરીને ભૂમિકા આપવા ના પાડવામાં આવી હતી. એક મુલાકાતમાં જોયા હુસેનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારી કાસ્ટિંગની આડે કદી આવ્યું છે? તો જવાબમાં તેણે કહ્યું હતું કે,'ખબર નથી કે ઇન્સ્ટાગ્રામને કારણે એવું બન્યું હતું કે કોઈ અન્ય કારણસર, પરંતુ મને એક પ્રોજેક્ટમાંથી એટલા માટે દૂર કરવામાં આવી હતી, કારણ કે મારા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઓછા હતા કે પછી હું એટલી જાણીતી નહોતી.' જોયા હુસેને કહ્યું કે ઇન્ડસ્ટ્રી એવી છે કે જ્યાં ક્રાફ્ટને ખૂબ ઓછી બાબતો સાથે લેવાદેવા છે.


  • Follow us on: