• અનંત અને રાધિકાના લગ્ન સમારંભમાં અમિતાભની રવિ કિશન સાથે મુલાકાત થઈ

  • અમિતાભ બચ્ચને ફિલ્મ 'લાપતા લેડીઝ'માં રવિ કિશને કરેલા અભિનયની પ્રશંસા કરી
  • કલ્કિ 2898 એડી'માં અમિતાભ બચ્ચને અશ્વત્થામાની ભૂમિકા નિભાવી છે

અમિતાભ બચ્ચન હાલમાં તાજેતરમાં જ તેમની રિલીઝ થયેલી ફિલ્મ 'કલ્કિ 2898 એડી'ને મળેલી સફળતાનો આંદ લૂંટી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારંભમાં અમિતાભની મુલાકાત રવિ કિશન સાથે થઈ. રવિ કિશને ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયની પ્રશંસા કરી. રવિ કિશને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તે મુલાકાતનો વીડિયો શેર કરતાં જ વાઇરલ થયો છે.

વીડિયોમાં અમિતાભ બચ્ચન રવિ કિશનને ભેટી રહ્યાનું જોઈ શકાય છે. બંને એકબીજાની પ્રશંસા કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ફિલ્મ 'લાપતા લેડીઝ'માં રવિ કિશને કરેલા અભિનયની પ્રશંસા કરી તો રવિ કિશને 'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચને આપેલા અભિનયની પ્રશંસા કરી. વીડિયો શેર કરીને રવિ કિશને એક નોંધ પણ લખી છે. કેપ્શનમાં રવિ કિશને લખ્યું છે કે,'હું કલ્કિમાં તેમણે નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી રહ્યો હતો. અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજી 'લાપતા લેડીઝ'માં મેં નિભાવેલા પાત્રની પ્રશંસા કરી રહ્યા હતા.મોટા કલાકારનું આ વ્યક્તિવ હોય છે, તેથી તો તેઓ સદીના મહાનાયક છે.' તે પછી પ્રશંસકોએ પણ વીડિયોની ખૂબ પ્રશંસા કરી અને હકારાત્મક પ્રતિક્રિયાઓ આપી.

કલ્કિ 2898 એડી'માં અમિતાભ બચ્ચને અશ્વત્થામાની ભૂમિકા નિભાવી છે. દર્શકો અને સમીક્ષકોએ ભૂમિકાની ખૂબ પ્રશંસા કરી છે. નાગ અશ્વિનના દિગ્દર્શનમાં તૈયાર થયેલી ફિલ્મે વિશ્વ સ્તરે રૂપિયા 1,000 કરોડની કમાણી કરી લીધી છે. રવિ કિશને 'લાપતા લેડીઝ'માં એક પોલીસમેનની ભૂમિકા નિભાવી છે. પાત્રના સંવાદોએ પ્રશંસકોનું હૃદય જીતી લીધું છે.


  • Follow us on: