- ટૂંકમાં શરૂ થનારી 14મી સિઝનનું શૂટિંગ રોમાનિયામાં ચાલી રહ્યું છે
- શોમાં અભિષેકકુમાર, સુમોના ચક્રવર્તી, ગશમીર મહાજની,આશિષ મેહરોત્રા સહિતના ચહેરા જોવા મળશે
- રોહિતની આ પોસ્ટ પર અર્ચના ગૌતમ,જેકલીન ફર્નાન્ડિઝ,મોહિત મલિક સહિતની સેલિબ્રિટીએ ટિપ્પણી કરી
રોહિત શેટ્ટીના સ્ટન્ટ બેઝડ રિયાલ્ટી શો 'ખતરોં કે ખિલાડી'ની સિઝન-14 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. દર્શકો તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે રોહિત શેટ્ટીએ એક તસવીર પોસ્ટ કરી છે. રોહિત શેટ્ટીએ 'ખતરોં કે ખિલાડી' સિઝન 14ના શૂટની એક એક્શન પેક્ડ તસવીર પોસ્ટ કરી છે. તે તસવીરમાં એક જીપ જોવા મળે છે. જીપ ઉપર એક હેલિકોપ્ટર નજરે પડે છે. હોલિકોપ્ટર ઉપર રોહિત શેટ્ટી સવાર છે.
રોહિત શેટ્ટીએ તસવીર પોસ્ટ કરવાની સાથોસાથ કેપ્શન લખ્યું છે-ખતરોં કે ખિલાડીની આ સિઝન માટે રોમાનિયામાં શૂટિંગ કરી રહ્યો છું. શો હોસ્ટ કર્યાને 10 વર્ષ વીતી ગયા. આટલા વર્ષો સુધી તમે મને અને મારા શોને જે પ્રેમ આપ્યો તે બદલ આભાર. રોહિતની આ પોસ્ટ પર અર્ચના ગૌતમ,જેકલીન ફર્નાન્ડિઝ,મોહિત મલિક સહિતની સેલિબ્રિટીએ ટિપ્પણી કરી છે.










