- સાઇને સપોર્ટ કરી રહી હોવાથી મને ધમકીઓ મળી રહી છે : શિવાંગી ખેડકર
- શિવાંગી સોશિયલ મીડિયા પર તેમ જ શોમાં જઈને પણ સાઇને ખુલ્લું સમર્થન આપી રહી છે
- હું મારા મિત્રના સપોર્ટમાં ઇન્ટરવ્યૂ આપીશ.' ઉલ્લેખનીય છે કે એલ્વિશે સાઇને ધમકી આપી હતી
બિગ બોસ ઓટીટી-3 કન્ટેસ્ટન્ટ સાઇ કેતન રાવની શોમાં ઘણીવાર લવકેશ કટારિયા, વિશાલ પાંડે અને સના મકબૂલ સાથે લડાઈ થતી રહે છે. લવકેશ સાથે તો કેટલીકવાર વાત મારામારી સુધી પહોંચી ચૂકી છે. લવકેશના મિત્ર એલ્વિશ યાદવ સાઇને મુદ્દે ઘણીવાર કોમેન્ટ કરી ચૂક્યા છે.
તેવામાં સાઇની કહેવાતી ગર્લફ્રેન્ડ શિવાંગી ખેડકર હવે કહી રહી છે કે તે સાઇને સપોર્ટ કરી રહી હોવાથી તેને ધમકીઓ મળી રહી છે. શિવાંગી સોશિયલ મીડિયા પર તેમ જ શોમાં જઈને પણ સાઇને ખુલ્લું સમર્થન આપી રહી છે.
શિવાની કહે છે કે,'મેં લોકોને વીડિયોઝ બનાવતા જોયા છે. ધમકીઓ મળી રહી છે.મને ખબર છે કે જ્યારે તેઓ અંદર જશે ત્યારે કાંઈક તો થશે જ. હું તેમના જેવા વીડિયો નહીં બનાવું.'
શિવાંગીએ આગળ લખ્યું કે,'મને વોટ્સએપ પર મેસેજ મળી રહ્યા છે. ઇન્ટાગ્રામ પર કોમેન્ટ બોક્સ ભરાયેલું છે. આ ઇન્ટરવ્યૂ પાછળનો હેતુ એ જ છે કે લોકો જો તેમના સપોર્ટમાં વીડિયો બનાવી રહ્યા છે તો હું મારા મિત્રના સપોર્ટમાં ઇન્ટરવ્યૂ આપીશ.' ઉલ્લેખનીય છે કે એલ્વિશે સાઇને ધમકી આપી હતી. પોતાના બ્લોગની મદદથી એલ્વિશે વલકેશને સમર્થન આપ્યું હતું. અલ્વિશની ધમકીને મુદ્દે શિવાંગીએ કહ્યું કે,'એલ્વિશે વીડિયો બનાવીને કહ્યું કે દેખો ભાઈ આપણે અંદર નથી જઈ શકતા, પરંતુ યાદ રાખો કે બહાર પણ જિંદગી છે. આ સાંભળીને મને ખોટું લાગ્યું હતું. હું બહાર છું અને સ્થિતિ મારા અંકુશ હેઠળ છે.હું લોકોને આમાં ઘસડીશ નહીં. હું ટ્વિટર પર કાંઈ લખીશ પણ નહીં. મારા ફોલોઅર્સને એમ પણ નહીં કહું કે જીવવું કઈ રીતે.'