• ભારતીય કોર્ટે પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે

  • સોમી અલીની માફી મુદ્દે બિશ્નોઈ સમાજે કહ્યું, ભૂલ સલમાને કરી હતી સોમીએ નહીં
  •  બોલિવૂડના ત્રણે ખાન ફવાદ ખાન અને તેના જેવા બીજા પાકિસ્તાની કલાકારોથી ડરે છે: નાદિયા ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, આમિર ખાન, અને શાહરુખ ખાનની ફેન ફોલોઇંગ માત્ર ભારત જ નહીં બલકે દુનિયાના ઘણા દેશોમાં છે. ત્રણે સુપરસ્ટારે પોતાની કરિયરમાં સારો-ખરાબ બંને સમય જોયા છે. પરંતુ એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે કે આ સુપરસ્ટાર્સ ઘણા દાયકાઓથી ઓડિયન્સને એન્ટરટેઇન કરી રહ્યા છે અને તેમને સિનેમાજગતને સતત બદલતા જોયા છે. એ વાતમાં બેમત નથી કે આજે પણ બોલિવૂડમાં શાહરુખ, સલમાન, અને આમિરનો મુકાબલો કરવો મુશ્કેલ છે. પરંતુ પાકિસ્તાની ટીવી એન્કર નાદિયા ખાનનું માનવું છે કે બોલિવૂડના ત્રણે ખાન ફવાદ ખાન અને તેના જેવા બીજા પાકિસ્તાની કલાકારોથી ડરે છે. તેના આ નિવેદનથી ફિલ્મજગતમાં હોબાળો થઈ ગયો છે. તમામ બાબતો પર સ્પષ્ટપણે પોતાનો મત રજૂ કરનારી પાકિસ્તાની ટીવી પ્રેઝન્ટર અને ઇન્ફ્લુઅન્સર નાદિયા ખાનને ઘણી વાર પોતાના વિચારોના કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડે છે અને હવે ફરી એક વાર તેણે ટ્રોલ થવું પડયું છે. નાદિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે શાહરુખ, સલમાન, અને આમિર જેવા બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર ફવાદ ખાન જેવા પાકિસ્તાની એક્ટરથી ડરે છે. નાદિયાએ કહ્યું કે ભારતીય સુપરસ્ટાર જાણે છે કે પાકિસ્તાની કલાકારોમાં કેટલું ટેલેન્ટ છે અને એ જ કારણે તેઓ પાકિસ્તાની એક્ટર્સ સાથે કામ કરવા નથી માગતા.

પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ હટી ગયો છે

ખાન એક્ટર્સની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તેઓ સુજોય ઘોષની ફિલ્મ કિંગમાં જોવા મળશે, જ્યારે સલમાન ખાનની ફિલ્મ સિકંદરનો તેના ફેન્સ આતુરતાથી રાહ જુએ છે. આમિર ખાને તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે સરફરોશની સિક્વલ બનાવશે. પાકિસ્તાની કલાકારોની વાત કરીએ તો ભારતીય કોર્ટે તેમના ભારતમાં કામ કરવા પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે અને હવે એ જોવું રસપ્રદ રહેશે કે પાકિસ્તાની સ્ટાર્સ ભારતમાં ફરી ક્યારે એન્ટ્રી કરે છે.

સલમાન માફી માગીને વન્યજીવોની રક્ષાના શપથ લે તો બિશ્નોઈ સમાજ તેને માફ કરી શકે

સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી દ્વારા સલમાન વતી માફી માગવામાં આવી તેના દિવસો બાદ હવે બિશ્નોઈ સમાજના વડાએ અલીની માફી સામે પ્રતિક્રિયા આપી છે અને એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કર્યુ હતું. અહેવાલો અનુસાર ઓલ ઇન્ડિયા બિશ્નોઈ સોસાયટીના પ્રમુખ દેવેન્દ્ર બુડિયાએ જણાવ્યું હતું કે 1998માં શરૂ થયેલા કાળિયારના શિકારના કેસમાં સમુદાય એક શરતે સલમાન ખાનને માફ કરી શકે છે. દેવેન્દ્ર બુડિયાને આમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે જો સલમાન ખાન માફી માગી લે તો બિશ્નોઈ સમાજ તેની માફી પર વિચારણા કરી શકે છે કારણ કે ભૂલ સોમી અલીએ નહીં પરંતુ સલમાન ખાને કરી હતી. તેના વતી કોઇ અન્ય માફી ન માગી શકે. જો તે જાતે મંદિરમાં આવે અને માફીની માગ કરે તો અમારો સમાજ તેને માફ કરવા માટે વિચારણા કરી શકે છે કારણ કે અમારા 29 પૈકીનો એક નિયમ માફી પણ છે. સલમાને સાથે જ આગળ વધીને પ્રણ લેવા જોઇએ કે તે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરે અને વન્યજીવો અને પર્યાવરણનું રક્ષણ કરશે.

  • Follow us on: