• આ ઇન્ટરવ્યૂ અલગ જ હશે, યાદગાર બની રહેશે : શેખર સુમન

  • વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વના અનેક પાસા છે. તેમની જર્નીમાં ખૂબ જ સ્ટ્રેસ છે: શેખર
  • શેખરે કહ્યું દેશની કિસ્મતને 10 વર્ષમાં બદલી નાખવી સરળ નથી

શેખર સુમન તાજેતરમાં સંજય લીલા ભણસાણીની લેબ સિરીઝ હીરામંડીમાં આપેલા અભિનય બદલ છવાયેલા છે. સિરીઝમાં શેખરની ભૂમિકા ભલે નાની હોય, પરંતુ તેમની ભૂમિકાના વખાણ થયા છે. સિરીઝને મુદ્દે શેખર અનેક ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. એવું કહેવાય છે કે શેખર હવે તેમના આઇકોનિક શો મૂવર્સ એન્ડ શેખરને લઈને પાછા ફરી રહ્યા છે. તે શો ખૂબ સફળ રહ્યો હતો. શોમાં અનેક સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવ્યા હતા. શેખર સુમન શોની નવી સિઝનમાં વડાપ્રધાન મોદીનો ઇન્ટરવ્યૂ લેવા માંગે છે. શેખર સુમને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમની નજર મોદી સાહેબના ઇન્ટરવ્યૂ પર ટકેલી છે. તે ઇન્ટરવ્યૂ અલગ જ હશે. તે ઇન્ટરવ્યૂ યાદગાર બની રહેશે અને વડાપ્રધાન મોદીનો પણ બેસ્ટ ઇન્ટરવ્યૂ બની રહેશે. શેખરનું કહેવું છે કે વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વના અનેક પાસા છે. તેમની જર્નીમાં ખૂબ જ સ્ટ્રેસ છે. તેમને સંખ્યાબંધ આલોચકોનો સામનો કરવો પડે છે, તેમ છતાં તેઓ તોફાનો સાથે લડતા રહ્યા છે. શેખરે કહ્યું કે ,'કોઈની પણ આલોચના કરવી ખૂબ સરળ છે. એક વ્યક્તિ પૂરા વિરોધપક્ષનો સામનો કરે છે, ટીકાઓનો સામનો કરે છે. 150 કરોડ લોકોના અલગ અલગ વિચારા અને જરૂરિયાતોની સંભાળ રાખતાં આગળ વધવું સરળ નથી. દેશની કિસ્મતને 10 વર્ષમાં બદલી નાખવી સરળ નથી. તે માટે સમય અને એક યુગ લાગી જાય છે. તેમણે શરૂઆત કરી અને બધું બની રહ્યું છે.'

શેખર સુમને તાજેતરમાં એવી ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો કે મુંબઇ જેવા શહેરોમાં પશુઓ વસે છે, જેમને માણસ કહેતા પણ મને શરમ આવે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને હજુય તેમનું હોમટાઉન પટણા જ પસંદ છે પણ પ્રોફેશન અને જરૂરિયાતોના કારણે તેમણે મુંબઇમાં રહેવું પડે છે.


  • Follow us on: