- ઇડી દ્વારા રાજ કુંદ્રાની કરોડોની સંપત્તિ જપ્ત કરાયા બાદ શિલ્પાએ વિશેષ પૂજા કરાવી
- શિલ્પાએ મંદિરમાં સંપૂર્ણ રીતિ-રિવાજો અનુસાર ખાસ પૂજા અર્ચના પણ કરી
- ઇડીએ રાજ કુન્દ્રાની 97.97 કરોડ રૂપિયાની સંપત્તિ સીઝ કરવામાં આવી હતી
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરીવાર કામાખ્યા મંદિર ગઇ હતી. તે પોતાની માતા સાથે આસામના આ પ્રસિદ્ધ મંદિરમાં પૂજા-અર્ચના કરતી જોવા મળી હતી. શિલ્પાએ પોતાની માતા સાથેની તસવીર પણ શેર કરી હતી. શિલ્પાના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની તાજેતરમાં જ ઇડીએ કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી. પતિની સલામતિ માટે શિલ્પા મંદિરના દર્શને ગઇ હતી. શિલ્પાએ મંદિરમાં સંપૂર્ણ રીતિ-રિવાજો અનુસાર ખાસ પૂજા અર્ચના પણ કરી હતી. તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા બિટકોઇન કૌભાંડની તપાસ હેઠળ રાજ કુન્દ્રાની 97.97 કરોડ રૂપિયાની સંપત્તિ સીઝ કરવામાં આવી હતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા સાથેની અને મંદિરમાં પૂજા-અર્ચના કરતી તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહી છે. શિલ્પાએ મંદિરના પૂજારી અને અધિકારીઓ સાથેની પણ એક તસવીર શેર કરી હતી. જોકે, આ તસવીરોમાં રાજ કુંદ્રા ક્યાંય જોવા મળ્યા નહોતા. જ્યારથી ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારથી રાજ કુન્દ્રા જાહેરમાં ઓછા દેખાય છે. ઇડીએ ગયા મહિને એપ્રિલમાં રાજ કુંદ્રાની સંપત્તિ જપ્ત કરી હતી.










