ટીવીની ફેમસ સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હંમેશા દર્શકોનો ફેવરિટ શો રહ્યો છે. આ શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરચરણ સિંહે પોતાના અભિનયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આજકાલ, ગુરુચરણ આર્થિક અને સ્વાસ્થ્ય બંને રીતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.


તાજેતરમાં જ એક્ટર ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન, ગુરુચરણને બોલીવુડના ફેમસ સિંગર મીકા સિંહે સપોર્ટ કર્યો છે. એક્ટરે મીકા સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેનો આભાર માનતો જોવા મળે છે.

મિકાએ ગુરુચરણને કર્યો સપોર્ટ

ગુરચરણ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેમસ સિંગર મીકા સિંહ સાથેની સુંદર મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગુરચરણ મીકાને મળવા આવે છે અને સિંગર તેનું પંજાબી સ્ટાઈલમાં સ્વાગત કરે છે. ઢોલ વગાડવામાં આવે છે અને ગુરુચરણ અને મીકા તેના પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં ગુરુચરણ મીકાનો પરિચય ફેન્સ સાથે કરાવે છે.


સમય તમારો છે

ગુરુચરણને મળ્યા પછી મીકા પણ ખૂબ ખુશ જોવા મળે છે. વીડિયોમાં મીકા આગળ કહે છે કે'સોઢી સાહેબનું ફરી સ્વાગત છે, સિંહ હંમેશા કિંગ રહે છે.' હવે તમારો સમય છે. આ પછી, ગુરુચરણ મીકાનો આભાર માનતો જોવા મળે છે.

આ વીડિયો સામે આવતાની સાથે જ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં ગુરુચરણ એક નવા પ્રોજેક્ટ પર કામ કરતા જોવા મળશે. તાજેતરમાં, એક્ટરના મિત્ર ભક્તિ સોનીએ પણ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુરુચરણ ટૂંક સમયમાં પોતાનું કામ ફરી કરવા માટે મુંબઈ પરત ફરશે.


  • Follow us on: