પોપ્યુલર સિંગર શ્રેયા ઘોષાલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. શ્રેયા ઘોષાલનું X' એકાઉન્ટનું એકાઉન્ટ હેક થયું છે. શ્રેયા ઘોષાલે તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સને આ માહિતી આપી છે. આ પોસ્ટમાં, સિંગરે વિગતવાર સમજાવ્યું કે ખરેખર શું થયું?


શ્રેયા ઘોષાલે પોસ્ટ દ્વારા આપી માહિતી

શ્રેયા ઘોષાલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં માહિતી આપતા સિંગરે લખ્યું કે નમસ્તે મિત્રો અને ફેન્સ, મારું ટ્વિટર અને એક્સ એકાઉન્ટ 13 ફેબ્રુઆરીથી હેક થઈ ગયું છે. મેં X ટીમનો સંપર્ક કરવાનો મારાથી બનતો પ્રયાસ કર્યો છે પણ કોઈ જવાબ મળ્યો નથી. હું મારું એકાઉન્ટ ડિલીટ પણ કરી શકતી નથી અને હવે લોગ ઈન પણ કરી શકતી નથી.

શ્રેયા ઘોષાલે શું કહ્યું?

સિંગરે આગળ લખ્યું કે કૃપા કરીને કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અથવા તે એકાઉન્ટમાંથી મળેલા કોઈપણ સંદેશ પર વિશ્વાસ કરશો નહીં. તે બધી સ્પામ અને ફિશિંગ લિંક્સ છે. શ્રેયા ઘોષાલે વધુમાં કહ્યું કે જો મારું એકાઉન્ટ રિકવર અને સુરક્ષિત થઈ જશે, તો હું તમને એક વીડિયો દ્વારા વ્યક્તિગત રીતે અપડેટ કરીશ. શ્રેયા ઘોષાલની આ પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો અને યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું.


યુઝર્સે આપી પ્રતિક્રિયા

આ પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી કે તમારું એકાઉન્ટ જલ્દીથી પાછું મળી જાય. અન્ય એક યુઝરે લખ્યું કે સાયબર સુરક્ષા ક્યાં છે? ત્રીજા યુઝરે લખ્યું કે મને આશા છે કે તમારી આસપાસ બધું બરાબર હશે. અન્ય યુઝરે કહ્યું કે આશા છે કે તમારું આઈડી જલ્દી રિકવર થઈ જશે. આ સિવાય અન્ય યુઝરે લખ્યું છે કે તમારું એકાઉન્ટ ટૂંક સમયમાં પાછું મળી જશે. સિંગરની પોસ્ટ પર યુઝરે આવી કોમેન્ટ કરી છે.


  • Follow us on: