• હીરામંડી'માં સોનાક્ષીની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ રહી છે

  • રેખાને 'હીરામંડી' વેબ સિરીઝમાં સોનાક્ષીની બંને ભૂમિકા પસંદ આવી
  • રેખાની વાત સાંભળીને સોનાક્ષી પણ અચંબામાં પડી ગઈ હતી

સોનાક્ષી સિન્હા વેબસિરીઝ હીરામંડીમાં તેણે આપેલા અભિનયને કારણે આજકાલ છવાયેલી છે. સમીક્ષકોથી માંડીને દર્શકો એમ બધા જ સોનાક્ષીના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. સોનાક્ષીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે રેખાએ તેના અભિનયના ખૂબ વખાણ કર્યા હતા. સોનાક્ષીએ કહ્યું કે હીરામંડીનું પ્રીમિયર જોવા આવેલા રેખાએ તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરી હતી. એટલું જ નહીં સોનાક્ષીની બીજી માતા હોવાનું પણ કહી દીધું. અભિનેત્રીએ કહ્યું કે, 'રેખાજીએ મારી માતાને કહ્યું કે તેઓ (રેખા) મારી બીજી માતા છે. આ તમારી નહીં મારી દીકરી છે.' રેખાની વાત સાંભળીને સોનાક્ષી પણ અચંબામાં પડી ગઈ હતી. સોનાક્ષીએ કહ્યું કે બે એપિસોડ જોઈને જ રેખાજી ખુશ થઈ ગયા હતા. રેખાને સોનાક્ષીની બંને ભૂમિકા પસંદ આવી. ખાસ કરીને રિહાનાવાળી ભૂમિકા પસંદ પડી. તેણે કહ્યું કે, 'રેખાજી પોતે મોટા સ્ટાર હોવાથી તેમના શબ્દો મારા માટે ખૂબ કિંમતી હતા. તેમના મુખે પ્રશંસા સાંભળીને મને ખૂબ આનંદ થયો.' સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત 'હીરામંડી' વેબ સિરીઝ નેટફ્લિક્સ પર પહેલી મેના રોજ રિલીઝ થઈ ચૂકી છે. એક જ સપ્તાહમાં તેણે એક રેકોર્ડ પોતાને નામ કરી દીધો છે. હીરામંડી 43થી વધુ દેશોમાં ટોપ 10 ટ્રેન્ડિંગ લિસ્ટમાં છવાયેલી છે. ભારતમાં આ વેબ સિરીઝ એક સપ્તાહમાં સૌથી વધુ વાર જોવામાં આવી.


  • Follow us on: