- કાકાના હાલચાલ પૂછવા ઇશા એક વાર ધર્મેન્દ્રના ઘરે ગઈ હતી
- ઇશાએ કહ્યું હતું કે તે અને તેની બહેન આહના તેના કાકા અજિત દેઓલની નજીક
- ઇશાએ સ્વયં જણાવ્યો ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્નીની પહેલી મુલાકાતનો કિસ્સો
બોલિવૂડના હિમેન ધર્મેન્દ્રના પહેલા પત્ની પ્રકાશ કૌર હેમા માલિનીના સંતાનોને હજુ સુધી અપનાવી શક્યા નથી. પ્રકાશના બંને સંતાનો સની અને બોબીના હેમા માલિનીની પુત્રી ઇશા અને આહના સાથે સારા સંબંધ છે પરંતુ પ્રકાશ કૌરે હજુ પણ તેમની સાથે અંતર જાળવી રાખ્યું છે.
હેમા માલિનીની બાયોગ્રાફીમાં ઇશાએ સ્વયં પોતાના પિતાના પહેલી પત્ની સાથે પોતાની પહેલી મુલાકાતનો કિસ્સો જણાવ્યો હતો. ઇશાએ કહ્યું હતું કે તે અને તેની બહેન આહના તેના કાકા અજિત દેઓલની નજીક છે. એક દિવસ બીમાર પડી ગયા હતા અને તેવામાં અમે તેમને મળવા માગતા હતા. પરંતુ તેઓ ધર્મેન્દ્રના પહેલા પત્ની પ્રકાશ કૌર સાથે તેમના ઘરમાં રહેતા હતા. ઇશાએ કહ્યું હતું કે હું મારા કાકાને મળવા માગતી હતી અને તેમના હાલચાલ લેવા માગતી હતી. તેઓ મને અને આહનાને ખૂબ પ્રેમ કરે છે. અમે અભયની પણ ખૂબ નજીક છે. અમારી પાસે તેમના ઘરે જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. તેઓ હોસ્પિટલમાં હોત તો અમે ત્યાં જતા રહેત પરંતુ તેઓ ઘરે જ હતા. અને તેથી મે સની ભાઈને ફોન કર્યો હતો અને તેમણે જ બધી વ્યવસ્થા કરી હતી.










