કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 શરૂ થઈ ગયો છે અને પહેલા દિવસે સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એ વિશ્વભરના ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો છે. વિવિધ વિચારો અને સંસ્કૃતિઓમાંથી આવતા લોકો સિનેમા પર પોતાના વિચારો વ્યક્ત કરે છે.
આ વખતે કાન્સનો પહેલો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો, જ્યાં એક તરફ ભારતની ઉર્વશી રૌતેલાના ડ્રેસે બધાને આશ્ચર્યચકિત કર્યા, તો બીજી તરફ, હોલીવુડના મોટા સ્ટાર્સે આ કાર્યક્રમમાં હાજરી આપી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે, હોલીવુડના કેટલાક મોટા નામો જેમ કે એક્ટર લિયોનાર્ડો ડીકેપ્રિયો, અમેરિકન ફિલ્મ મેકર અને એક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનો હાજર રહ્યા હતા, જ્યારે દિગ્ગજ હોલીવુડ એક્ટર રોબર્ટ ડી નીરોને કાન્સના સૌથી મોટા સન્માન, પામ ડી'ઓરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોબર્ટે સ્ટેજ પરથી કંઈક એવું કહ્યું જે હવે ચર્ચામાં છે.
ડી નીરોને મળ્યો લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
આ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ હોલીવુડ સ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિયો દ્વારા એક્ટર રોબર્ટ ડી નીરોને આપવામાં આવ્યો હતો. તેના યોગદાન બદલ તેને આ સન્માન આપવામાં આવ્યું હતું. એવોર્ડ પ્રાપ્ત થતાં જ, સેરેમનીમાં હાજર રહેલા બધાએ ઉભા થઈને રોબર્ટ ડી નીરોને તાળીઓથી વધાવી લીધા. આ પછી નીરોએ પોતાની સ્પીચ શરુ કરી. નીરોએ કહ્યું કે 'કાન્સ ફેસ્ટિવલ માટે મારા મનમાં ઘણી લાગણીઓ છે.' ખાસ કરીને હવે જ્યારે દુનિયામાં ઘણું બધું આપણને અલગ પાડે છે, ત્યારે કાન્સ આપણને એકસાથે લાવે છે. સ્ક્રિપ્ટ રાઈટર, પ્રોડ્યુસર, ફેન્સ અને મિત્રો. ઘરે આવવા જેવું લાગે છે.
અમેરિકાના 'પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ'....
નીરોએ આગળ પોતાની સ્પીચમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી અને તેમને 'પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ' કહ્યા. લોકશાહી માટેની લડાઈ વિશે બોલતા નીરોએ કહ્યું, 'મારા દેશમાં આપણે એક સમયે જેને સામાન્ય માનતા હતા તે લોકશાહી માટે ઉગ્રતાથી લડી રહ્યા છીએ. તે આપણા બધાને અસર કરે છે કારણ કે કલા લોકશાહી છે. કલા સત્ય છે. કલા પોતાની અંદર વિવિધતાને સમાવે છે. અને આ જ કારણ છે કે કલા વિશ્વના સરમુખત્યાર અને ફાશીવાદીઓ માટે ખતરો છે.
અમેરિકાના 'પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ' એ પોતાને અમેરિકાની પ્રીમિયર કલ્ચરલ ઈન્સ્ટીટ્યૂટના વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેમને કલા, માનવતા અને શિક્ષણ માટેના ફંડિંગ અને સપોર્ટમાં ઘટાડો કર્યો છે અને હવે તેઓએ યુનાઈટેડ સ્ટેટ્સની બહાર બનેલી ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તમે કનેક્ટિવિટીની કિંમત ન મૂકી શકો.
નીરોએ મતદારોને "સંગઠિત થાઓ, વિરોધ કરો અને મતદાન કરો" એવી વિનંતી કરતા કહ્યું, "આને તમારામાં સિંક કરી દો." ડી નીરોએ તેમની સ્પીચનો અંત ફ્રાન્સના આદર્શ વાક્ય સાથે કર્યો, "લિબર્ટ, ગેલિટ, ફ્રેટરનિટ." તેમને સ્ટેજ પર ઉભા રહીને ટ્રમ્પને કઠોર શબ્દોમાં અપશબ્દો પણ બોલ્યા.