છાવા ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના પ્રથમ દિવસે રોકોર્ડ તોડ કમાણી થઇ છે. વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ છાવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ ભારે ધમાલ મચાવી હતી. છાવા ફિલ્મ વર્ષ 2025ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.


વિકી કૌશલની સિંહની જેમ ગર્જના

વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ છાવા 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. નિર્માતાઓથી લઈને સ્ટાર્સ સુધી, દરેકને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. 'છાવા' બધાની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ શાનદાર બિઝનેસ કર્યો છે. શરૂઆતના દિવસના આંકડા બહાર આવી ગયા છે.

બધા જાણે છે કે વિક્કી કૌશલ એક સારો અભિનેતા છે. પરંતુ તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ મોટી કમાણી કરવામાં નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે 'છાવા' ની ચર્ચાઓ શરૂ થઈ, ત્યારે એવું લાગતું હતું કે આ વખતે વિકી પણ 500 કરોડના ક્લબમાં જોડાશે. 'છાવા' એડવાન્સ બુકિંગની દ્રષ્ટિએ પણ સારો વ્યવસાય કર્યો હતો. વિક્કી અને રશ્મિકાની 'છાવા' એ તેની રિલીઝના પહેલા દિવસે 31 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે.

‘છાવા’ 2025 ની સૌથી મોટી ઓપનર ફિલ્મ

આ આંકડાઓ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યા છે. એડવાન્સ બુકિંગને ધ્યાનમાં રાખીને, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ પહેલા દિવસે 23 થી 25 કરોડ રૂપિયાની કમાણી કરશે. પરંતુ 'છાવા'એ 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને વર્ષની પહેલી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. વિકીએ પહેલા દિવસની કમાણીના મામલે અજય દેવગન, અક્ષય કુમાર, કંગના રનૌત અને સોનુ સૂદને ઘણા પાછળ છોડી દીધા છે. આ આંકડા જોયા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 'છાવા' વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. 

'છાવા' એ છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા

વિક્કી કૌશલની 'છાવા' ઐતિહાસિક નાટક પર આધારિત છે, જે છત્રપતિ સંભાજી મહારાજની વાર્તા દર્શાવે છે. છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. 'છાવા'માં વિક્કીનું પાત્ર છત્રપતિ સંભાજી મહારાજનું છે. રશ્મિકા મંદાના તેમની પત્ની મહારાણી યેસુબાઈની ભૂમિકા ભજવે છે. અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં જોવા મળે છે.

  • Follow us on: