• ફેમસ વિલન સૂરજ મેહરનું રોડ અકસ્માતમાં મોત
  • અકસ્માતના દિવસે તેમની સગાઈ ઓડિશામાં થવાની હતી
  • સૂરજે ઘણી ફિલ્મોમાં ભયાનક વિલનની ભૂમિકા ભજવી 

છત્તીસગઢ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ફેમસ વિલન સૂરજ મેહરનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ દુઃખદ સમાચાર આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના ગત બુધવારે બની હતી. સૂરજ મેહર ઉર્ફે નારદ મેહર એક ફિલ્મનું શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ બિલાઈગઢના સરસીવા વિસ્તારમાં તેમની સ્કોર્પિયો પીકઅપ વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અભિનેતાનું એક જ ઝાટકે મોત થઈ ગયું હતું.

સગાઈના દિવસે અકસ્માત થયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે એક્ટર સૂરજ મેહર તેની ફિલ્મ 'આખરી ફૈસલા'ના શૂટિંગમાંથી પરત ફરી રહ્યા હતા. તેમની કાર બિલાઈગઢના સરસાવા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક તેમની કાર સામેથી આવતા પીકઅપ વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ સૂરજ મેહરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કહેવાય છે કે અકસ્માતના દિવસે તેમની સગાઈ ઓડિશામાં થવાની હતી.

તો બીજી તરફ, ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં સૂરજ મેહર અને ડ્રાઈવર બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થળ પર જ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી સૂરજ મેહરને બિલાસપુર રિફર કરવામાં આવ્યા હતા. અહીં પહોંચતા જ ડોક્ટરે સૂરજને મૃત જાહેર કર્યા હતા.

છત્તીસગઢી વિલન તરીકે ઓળખ

તમને જણાવી દઈએ કે સૂરજ મેહરને છત્તીસગઢી વિલન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સરિયા બિલાઈગઢ ગામના રહેવાસી હતા. સૂરજે ઘણી ફિલ્મોમાં ભયાનક વિલનની ભૂમિકા ભજવી છે. તેઓ તેમના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. કહેવાય છે કે તેમની સગાઈ 10 એપ્રિલ બુધવારે ભથલી ઓડિશામાં થવાની હતી. જો કે સગાઈ પહેલા એક અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો હતો.

  • Follow us on: