કિંગ ઑફ બોલિવૂડ એટલે કે શાહરૂખ ખાન. તેમના વિશ્વભરમાં પ્રશંસકો છે. ઇન્ડિયામાં તો લોકો તેમના દિવાના છે જ. કૉ એક્ટર પણ શાહરૂખ ખાન પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. શાહરૂખ ખાનના ચાહકો ફક્ત દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે તાજેતરમાં, કોલ્ડપ્લેના કોન્સર્ટમાં કિંગ ખાન માટે ક્રેઝ જોવા મળ્યો હતો, જ્યારે ક્રિસ માર્ટિને ચાહકોની ભીડ સામે શાહરૂખનું નામ લીધું હતુ.


ક્રિસ માર્ટીન શાહરૂખનો ફેન !

19 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લેનો ઇન્ડિયા કોન્સર્ટનો બીજો શો મુંબઈમાં યોજાયો હતો. અહીં ક્રિસ માર્ટિનના ગીતો પર ભીડ ઝૂમી ઉઠી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્રિસ માર્ટિને ચાહકોના દિલ પર રાજ કરતા શાહરૂખ ખાન પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.

વીડિયો વાયરલ 

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટનો બીજો દિવસ હતો. ગીત શરૂ કરતા પહેલા ક્રિસ માર્ટિને થોડું સંગીત વગાડ્યું અને કહ્યું, "શાહરુખ ખાન ફોરેવર." આ સાંભળીને હાજર લોકોએ ચીચીયારીઓ પાડી દીધી. લોકો એટલા ક્રેઝી થઇ ગયા કે ફેન્સે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરીને ગાયક પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ક્રિસ માર્ટિન અને તેમના બેન્ડે તેમના હિટ ગીતો રજૂ કર્યા અને ચાહકોનું મનોરંજન કર્યું. આ કોન્સર્ટના વીડિયો ઘણા ફેન પેજ પર શેર કરવામાં આવ્યા છે, જે કોમેન્ટ્સથી છલકાઈ રહ્યા છે. વીડિયોમાં લોકોએ ક્રિસ માર્ટિન અને શાહરૂખ ખાન બંને પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


  • Follow us on: