ભારતીય ક્રિકેટર દીપક ચહરે થોડા જ સમયમાં ઘણી પોપ્યુલારિટી મેળવી છે, તેવી જ રીતે તેની બહેન માલતી ચહર પણ ઘણી લોકપ્રિય બની છે. માલતી બોલીવુડ એક્ટ્રેસને તેના લુક અને સુંદરતાથી સખત સ્પર્ધા આપે છે. સુપર મોડલ અને એક્ટ્રેસ માલતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની તસવીરોથી ફેન્સનું દિલ જીતતી રહે છે. માલતીનો ફોટો શેર કરતાની સાથે જ ફેન્સ કોમેન્ટ કરવા લાગે છે. તાજેતરમાં, તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેના ફેન્સે ખાસ અંદાજમાં પ્રેમ વરસાવી રહ્યા છે.


માલતી ચહરે શેર કરી ગ્લેમરસ તસવીરો

માલતી ચહર સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે અને ઘણી વખત ફેન્સે તેની તુલના બોલીવુડની એક્ટ્રેસ સાથે પણ કરી છે. હાલમાં જ માલતીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં માલતી ખૂબ જ સુંદર લાગી રહી છે, જેના કારણે ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. એક ફેને તો તેને પ્રપોઝ કર્યું અને કોમેન્ટમાં લખ્યું કે જો હું ક્રિકેટર હોત તો તારી સાથે લગ્ન કરી લેતો. ઘણા ફેન્સે પોસ્ટ પર માલતીની સુંદરતાના વખાણ કર્યા.

 

ફેમિના મિસ ફોટોજેનિક અને મિસ સુડોકુની વિનર

તમને જણાવી દઈએ કે માલતી ચહરે ઘણી વેબ સિરીઝ અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે. માલતીએ અનેક સૌંદર્ય સ્પર્ધાઓ પણ પોતાના નામે કરી છે. માલતી ફેમિના મિસ ઈન્ડિયા દિલ્હી 2014માં સેકન્ડ રનર અપ હતી, જ્યારે તે ફેમિના મિસ ફોટોજેનિક અને મિસ સુડોકુની વિજેતા પણ રહી ચુકી છે. આ સિવાય માલતીએ 2009માં મિસ ઈન્ડિયા અર્થનો ખિતાબ પણ જીત્યો હતો. માલતી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની મોટી ફેન છે અને ઘણી વાર IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ જોવા આવે છે. માલતીના ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ છે. તે પોતાની અને તેના પરિવારની તસવીરો શેર કરતી રહે છે.


આ ફિલ્મમાં જોવા મળી છે માલતી

તમને જણાવી દઈએ કે માલતી બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ છે. 2014 માં માલતીએ ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને બીજા સ્થાને રહી. તેણે 2017માં ફિલ્મ 'મેનિક્યોર'થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. માલતીએ જીનિયસ (2018) અને હશ (2021) ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે મ્યુઝિક આલ્બમ 'સાડા જલવા'માં પણ જોવા મળી હતી. માલતીનો જન્મ 15 નવેમ્બર 1991ના રોજ આગ્રામાં થયો હતો. તે દીપક ચહરની મોટી બહેન છે. રાહુલ ચહર તેનો કઝીન ભાઈ છે. 

  • Follow us on: