L&T કંપનીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમે તાજેતરમાં કર્મચારીઓના કામના સમય અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે.


દીપિકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "આટલા ઊંચા પદ પર બેઠેલા વ્યક્તિએ આવું નિવેદન આપ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક છે." દીપિકાએ તેની પોસ્ટમાં એક હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે, જે #metalhealthmatters છે. એટલે કે આ હેશટેગ દ્વારા દીપિકા કહેવા માંગે છે કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એસ એન સુબ્રમણ્યમનું નિવેદન

તમને જણાવી દઈએ કે એસ.એન. સુબ્રમણ્યમનું સંપૂર્ણ નિવેદન શું છે. તાજેતરમાં, એસ એન સુબ્રમણ્યમને પૂછવામાં આવ્યું હતું કે અબજ ડોલરની કંપની હોવા છતાં, તેઓ તેમના કર્મચારીઓને શનિવારે કેમ કામ કરાવે છે? આ અંગે તેમને કહ્યું કે તેમને અફસોસ છે કે તેઓ રવિવારે તેમના કર્મચારીઓને કામ પર બોલાવી શકતા નથી.


‘રવિવારે પણ કામ કરવું જોઈએ’

તેમને કહ્યું કે જો તેમના લોકો રવિવારે કામ કરે તો તેમને ખૂબ આનંદ થશે. તે કહે છે કે તે પોતે રવિવારે પણ કામ કરે છે. પોતાના નિવેદનમાં તેમને એમ પણ કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમના આ નિવેદનને કારણે તેઓ આજકાલ ખૂબ ચર્ચામાં છે.

એસ એન સુબ્રમણ્યમ કહે છે કે લોકોએ રવિવારે પણ ઓફિસ આવવું જોઈએ. ઘરે રહીને તમે શું કરશો, ક્યાં સુધી તમારી પત્નીને જોતા રહેશો? એક વખત આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ.


  • Follow us on: