બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તાજેતરમાં બેંગલુરુમાં હતી અને તેણે પોપ્યુલર સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં પણ હાજરી આપી હતી. તેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.


દીપિકા પાદુકોણ મુંબઈ પરત ફરી છે અને મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી કેમેરામાં કેદ થઈ છે. ખાસ વાત એ છે કે પુત્રી દુઆ પણ તેના ખોળામાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણે તેની પુત્રીનો ફેસ જાહેર કર્યો ન હતો અને તે તેને પકડેલી જોવામાં મળી હતી. હાલમાં, એક્ટ્રેસનો વીડિયો સામે આવ્યો છે જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

દીપિકા પાદુકોણનો તેની પુત્રી સાથેનો વીડિયો વાયરલ

દીપિકા પાદુકોણ તેની પુત્રી દુઆ સાથે મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી. તેને જોતાની સાથે જ પાપારાઝીના કેમેરા તેની તરફ ફર્યા અને તેના ફોટા અને વીડિયો કેપ્ચર કરી લીધા. દીપિકા પાદુકોણ તેની પુત્રી દુઆને ખોળામાં પકડી રાખી હતી અને કોઈ તેનો ફેસ જોઈ શકતું ન હતું. એક્ટ્રેસના તમામ ફેન્સ દુઆનો ફેસ જલ્દી જોવા માંગે છે. દીપિકા પાદુકોણના આ વીડિયો પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે 'ક્યારે જોવા મળશે ફેસ?' એક ફેને લખ્યું છે કે 'ભગવાન આ સુંદર છોકરીને આશીર્વાદ આપે.' એક ફેને લખ્યું છે કે 'સુંદર.' એક ફેને લખ્યું છે, 'દીપુ અને દુઆ.'

https://www.instagram.com/reel/DDWdBGHz_ZA/?utm_source=ig_embed&ig_rid=d88a50ea-891b-4d7c-b408-2b587a37113e 

સપ્ટેમ્બરમાં થયો દુઆનો જન્મ

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરમાં દીકરી દુઆના માતા-પિતા બન્યા હતા. આ કપલે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. રણવીર સિંહે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે દીકરી દુઆના આવ્યા બાદ તેના જીવનમાં કેવા બદલાવ આવ્યા છે. તેને કહ્યું હતું કે તે પિતાની ફરજ નિભાવીને ખૂબ જ ખુશ છે અને તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.


  • Follow us on: