બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ બે મહિના પહેલા જ બેબી ગર્લની મા બની છે. તેને તાજેતરમાં જ દીકરીના નામની જાહેરાત કરી હતી. હવે તેને પોતાની આપવીતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી પોતાની દિલની વાત જાહેર કરી હતી. 
https://www.instagram.com/p/DCB3ZIBPHFS/?utm_source=ig_web_copy_link  

દીપિકાએ સૂઈ રહેલી દીકરીનો વીડિયો શેર કર્યો
તાજેતરમાં જ અભિનેત્રી દીપિકા પાદુકોણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પુત્રીનો સૂઈ રહેલી હોવાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નાની પુત્રી ઊંઘમાંથી જગાડતી અને સુંદર તોફાન કરતી જોવા મળે છે. આ વીડિયોની સાથે કેપ્શન પણ લખવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે- તે જાણીજોઈને પોતાને જાગૃત રાખવાનો પ્રયાસ કરે છે. કારણ કે જો તે સૂશે તો તેની માતા નહાશે, ખાશે, પીશે, ઘર થોડું સાફ પણ કરશે અને પછી તેને ઊંઘવા દેશે નહીં.

થોડી મિનિટોમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગઈ અને જોરદાર વાયરલ થઈ છે. પહેલા ઘણા લોકોને લાગ્યું કે આ દીપિકા પાદુકોણની દીકરી દુઆનો વીડિયો છે, પરંતુ ના, આ વીડિયો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો છે જેને દીપિકાએ તેના ઈન્સ્ટા હેન્ડલની સ્ટોરી પર શેર કર્યો છે, પરંતુ આ ક્લિપ જોયા પછી પણ લોકો તેના ચાહક થઈ રહ્યા છે. કોમેન્ટસ જોવામાં આવી રહી છે. કેટલાક લોકો બાળકીને ક્યૂટ કહી રહ્યા છે તો કેટલાક નાનકડી બાળકીનું તોફાન જણાવી રહ્યા છે.

દીપિકા અને રણવીર લાંબા બ્રેક પર
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણની દીકરીનો જન્મ ગત 8 સપ્ટેમ્બરે થયો હતો. ત્યારથી દીપિકાએ હિન્દી ફિલ્મો અને એડને લગતા કામમાંથી બ્રેક લીધો છે. માત્ર દીપિકા જ નહીં પરંતુ દીકરીના પિતા રણવીરસિંહે પણ તેની દીકરીનું ધ્યાન રાખી રહ્યો છે, તેણે પણ થોડા સમય માટે કામમાંથી બ્રેક લીધો છે.

  • Follow us on: