• દીપિકા પાદુકોણે બીચ વેકેશનનો ફોટો પોસ્ટ કર્યો
  • દીપિકા પાદુકોણે ફોટોમાં પોતાનો ચહેરો નહીં પણ પીઠ બતાવી
  • દીપિકા પાદુકોણના ગળા પરના RK ટેટૂ પર લોકોનું ધ્યાન અટક્યું

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ફેબ્રુઆરી 2024ના અંતમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. સારા સમાચાર આપ્યા બાદ દીપિકા પાદુકોણ જાહરમાં હવે ઓછી દેખાય છે. આવી સ્થિતિમાં, ફેન્સ અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે બેતાબ બની રહ્યા છે. ત્યારે હવે ફેન્સની નિરાશાને ધ્યાને રાખીને દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં દીપિકા પાદુકોણ તેની ટેન કરેલી પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

દીપિકા પાદુકોણનો ફોટો વાયરલ 

મમ્મી બનવા જઈ રહેલી દીપિકા પાદુકોણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બીચ વેકેશનનો ફોટો પોસ્ટ કર્યો છે. દીપિકા પાદુકોણે ફોટોમાં પોતાનો ચહેરો નહીં પણ પીઠ બતાવી છે. દીપિકા પાદુકોણે ફોટોની સાથે કેપ્શનમાં સૂર્ય અને તરંગોની ઈમોજીસ બનાવી છે. આટલું જ નહીં, દીપિકા પાદુકોણ ફોટોમાં ગ્રે કલરનું કટ-સ્લીવ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. માથા પર તેને હેર બન કર્યો છે અભિનેત્રી તેના ખભા પર સફેદ બેગ લઈને જોવા મળે છે. દીપિકા પાદુકોણે તેના લેટેસ્ટ ફોટોમાં રણવીર સિંહને પણ ટેગ કર્યો છે.

લોકોએ દીપિકાની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા

દીપિકા પાદુકોણના લેટેસ્ટ ફોટો પર નેટીઝન્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ અભિનેત્રીના વખાણ કરી રહ્યું છે તો કોઈ તેને ટેનિંગથી છુટકારો મેળવવાની ટિપ્સ જણાવી રહ્યું છે. આમાંથી કેટલાક લોકોનું ધ્યાન દીપિકા પાદુકોણના ગળા પરના આરકે ટેટૂ પર પણ ગયું છે. જે બાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે અભિનેત્રીએ તે ટેટૂ લેઝરથી હટાવી દીધું છે. તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણે પોતાના ગળા પર રણબીર કપૂરના નામના આરકેનું ટેટૂ કરાવ્યું હતું. દીપિકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લી વાર રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી.

  • Follow us on: