- ભાભીએ નિયા શર્મા, તેની માતા અને ભાઈ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો
- ભાભીએ નિયા, તેની સાસુ અને પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો છે
- નિયા શર્માના ભાઈ વિનય શર્માના લગ્ન 2022માં દિલ્હીમાં થયા હતા
દિલ્હીની કોર્ટે પોપ્યુલર ટીવી એક્ટ્રેસ નિયા શર્માને ઘરેલુ હિંસા કેસમાં સમન્સ જાહેર કર્યું છે. તેની ભાભીએ નિયા શર્મા, તેના ભાઈ અને માતા વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે અને તેમાં ખૂબ જ ગંભીર આરોપો છે. ફરિયાદમાં ભાભીએ નિયા શર્મા તેમજ તેની સાસુ અને પતિ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
નિયા શર્માની ભાભીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, નિયાએ તેના ભાઈ અને માતા સાથે મળીને તેને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ત્રાસ આપ્યો હતો. કોર્ટનું કહેવું છે કે પ્રતિવાદી નંબર 2 અને નંબર 3 સામે પ્રાથમિક દૃષ્ટિએ આરોપો છે. મુંબઈ પોલીસ દ્વારા નિયા શર્મા અને તેની માતાને નોટિસ આપવામાં આવી છે. આ મામલે હજુ વધુ માહિતી સામે આવી નથી.














