દેવરાને રિલીઝ થવામાં માત્ર 3 દિવસ બાકી છે. અત્યારે દરેક જગ્યાએ એક જ નામ ગુંજી રહ્યું છે, તે છે જુનિયર એનટીઆર. આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને જોરદાર માહોલ છે. ફેન્સ માત્ર પિક્ચરની રિલીઝની રાહ જોઈ રહ્યા છીએ. જાહ્નવી કપૂર જુનિયર એનટીઆર સાથે ફિલ્મમાં કામ કરી રહી છે. સૈફ અલી ખાન વિલનનો રોલ પ્લે કરી રહ્યો છે. ભારતમાં ફિલ્મનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ વિદેશમાં પ્રી-બુકિંગ ઝડપથી થઈ રહ્યું છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જુનિયર એનટીઆરે એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. તે એવો પ્રથમ ભારતીય એક્ટર બન્યો છે, જેમની ફિલ્મ પ્રી-સેલ્સમાં બેક-ટુ-બેક 2 મિલિયન ડોલરનો આંકડો પાર કરી ચૂકી છે.


ટ્રેલરને મળ્યો જોરદાર રિસપોન્સ

જુનિયર એનટીઆરની ફિલ્મ કોરટાલા સિવા દ્વારા બનાવવામાં આવી રહી છે, જેઓ તેમના ક્રિએટિવ વિઝન માટે જાણીતા છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, ટ્રેલરને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. જુનિયર એનટીઆર ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. હાલમાં જ ઓડિયનમાં ફિલ્મનું પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે અમેરિકામાં એક સપ્તાહ અગાઉથી બુકિંગ શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન મેકર્સે એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.

 

જુનિયર NTR એ મોટો રેકોર્ડ બનાવ્યો

જુનિયર એનટીઆરની ફિલ્મ 'દેવરા' 300 કરોડના બજેટમાં બની છે. ખૂબ જ ડ્રામા અને એક્શન જોવા મળશે. જેની એક ઝલક જોવા મળી છે. માત્ર ટ્રેલરને જ નહીં પરંતુ ટીઝરને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. મીડિયા રિપોર્ટ મુજદબ આ ફિલ્મનું પ્રીમિયર અમેરિકામાં 26 સપ્ટેમ્બરથી શરૂ થશે તેવું જાણવા મળ્યું હતું. જુનિયર NTR સળંગ બે ફિલ્મોના પ્રી-સેલ્સમાં 2 મિલિયન ડોલરનો આંકડો પાર કરનાર પહેલો ભારતીય એક્ટર બન્યો છે. પરંતુ આ પહેલા એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરને ગ્લોબલ લેવલ પર અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર સિવાય રામ ચરણે કામ કર્યું હતું.

અમેરિકામાં ફિલ્મના પ્રી-સેલ્સને જોઈને મેકર્સ પણ એક્સાઈટેડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પહેલા દિવસે જંગી કમાણી કરશે. જુનિયર એનટીઆરની ફિલ્મને લઈને વર્ષની શરૂઆતથી જ જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષની આ મચઅવેટેડ ફિલ્મ છે. આખી ટીમ સાથે મળીને જોરદાર ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.

જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનની ફિલ્મનું સાઉથ ડેબ્યૂ

સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂર આ ફિલ્મથી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. હાલમાં જ પ્રમોશન દરમિયાન સૈફ અલી ખાને કહ્યું હતું કે તેને આ ફિલ્મ 'ઓમકારા'ના કારણે મળી છે. જુનિયર એનટીઆર અને કોરટાલા શિવને લંગરા ત્યાગીનું પાત્ર ખૂબ પસંદ આવ્યું. તેના આધારે તેને સૈફ અલી ખાનની ફિલ્મમાં એન્ટ્રી મળી હતી. જ્યારે કરણ જોહરની સલાહ પર જાહ્નવી કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફિલ્મના બીજા ભાગમાં બંને પાત્રોની સ્ટોરી સારી રીતે બતાવવામાં આવશે.


  • Follow us on: