જુનિયર NTR, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'દેવરા'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જુનિયર NTRની આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ફેન્સ લાંબા સમયથી તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, જે આખરે આજે એટલે કે 10મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગયું છે. દેવરાનું ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે, આ ફિલ્મ એક્શન સિક્વન્સ અને એક્શન થ્રીલરથી ભરપૂર હશે. દેવરાનું ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોમાં ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
જુનિયર NTRની દેવરાનું ટ્રેલર રિલીઝ
'દેવરા'ની વાત કરીએ તો જુનિયર NTRની ફિલ્મ એક માસ એક્શન ડ્રામા છે. જેમાં જુનિયર NTR ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તે પહેલા પિતાની ભૂમિકા ભજવશે, જે નીડર અને હિંમતવાન છે અને સૈફ અલી ખાન સાથે લડે છે. જ્યારે બીજા અવતારમાં તે સામાન્ય અને ડરપોક દેખાય છે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે દેવરા (જુનિયર NTR) ભૈરા (સૈફ અલી ખાન) સામે ટકરાશે.
સૈફ અલી ખાન ખુંખાર અવતારમાં જોવા મળશે
સૈફ અલી ખાન 'દેવરા - પાર્ટ 1'માં એક ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જુનિયર NTR સાથે ટકરાતા જોવા મળશે. આ સાથે જ આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર જુનિયર NTR સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક શિવા કોરાટાલા છે અને યુવાસુધા આર્ટસે ફિલ્મ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
દેવરા ક્યારે રિલીઝ થશે?
જુનિયર NTRની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આ મહિને એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે, શરૂઆતમાં આ ફિલ્મ દશેરાના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ પાછળથી કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર NTR છેલ્લે 2022 મેગા બ્લોકબસ્ટર RRRમાં જોવા મળ્યો હતો. જેણે ઓસ્કારમાં પણ હલચલ મચાવી દીધી હતી. ફિલ્મના ગીત નટુ-નટુને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.