• દેવોલિનાના મિત્ર અમરનાથ ઘોષની ગોળી મારીને હત્યા
  • દેવોલીનાએ PM મોદી અને વિદેશ મંત્રી જયશંકર પાસે માંગી મદદ
  • તેઓ તેના મિત્રના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરે:દેવોલીના

અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેના મિત્ર અમરનાથ ઘોષની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના 27 ફેબ્રુઆરી મંગળવારની સાંજે બની હતી. દેવોલીનાએ પોતાની પોસ્ટમાં PM મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ ટેગ કર્યા છે. દેવોલિનાએ તેમને વિનંતી કરી છે કે તેઓ તેના મિત્રના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરે.

દેવોલીનાએ લખ્યું હતું કે, 'મારા મિત્ર અમરનાથ ઘોષની મંગળવારે સાંજે અમેરિકાની સેન્ટ લુઈસ એકેડમી પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારમાં તે એકલો જ હતો. 3 વર્ષ પહેલાં તેની માતાનું અવસાન થયું હતું અને પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું પરંતુ હજુ સુધી આરોપીઓ સામે આવ્યા નથી. તેના થોડા મિત્રો સિવાય તેના પરિવારમાં એવું કોઈ બચ્યું નથી જે તેના માટે લડી શકે. તે કોલકાતાનો રહેવાસી હતો.

અભિનેત્રીએ મિત્ર માટે મદદની ગુહાર લગાવી

અભિનેત્રીએ પોસ્ટમાં આગળ લખ્યું હતું તે, 'તે એક અદ્ભુત ડાન્સર હતો અને PHD કરી રહ્યો હતો. તે સાંજે ફરવા માટે નીકળ્યો હતો ત્યારે અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી. અમેરિકામાં કેટલાક મિત્રો મૃતદેહ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ અપડેટ નથી. ભારતીય દૂતાવાસ પ્લીઝ મદદ કરો અને આપણે તેની હત્યાનું કારણ જાણવું જોઈએ.

અમેરિકામાં ભારતીયો પર હુમલાઓ વધ્યા

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ વારંવાર બની રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં એક હોટલની બહાર ભારતીય મૂળના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. દેવોલિનાની વાત કરીએ તો તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા'થી ચર્ચામાં આવી હતી. બાદમાં તે 'બિગ બોસ'માં પણ જોવા મળી હતી.


  • Follow us on: