યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. ભારતીય ક્રિકેટર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના લગ્ન, જે ડિસેમ્બર 2020 માં થયા હતા, ગુરુવારે કોર્ટના નિર્ણય પછી સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયા છે. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે.


ગુરુવાર, 20 માર્ચના રોજ, ચહલ અને ધનશ્રી ચહેરા પર માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં પત્રકારો અને કેમેરામેન હાજર હતા. આ દરમિયાન ધનશ્રી કેમેરામેન પર ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં બોલી, 'શું કરી રહ્યા છો યાર?'

ધનશ્રી વર્મા ચહેરા પર માસ્ક પહેરીને કોર્ટ પહોંચી હતી. તે કારમાંથી બહાર નીકળી કે તરત જ મોટી સંખ્યામાં કેમેરામેન તેના ફોટોગ્રાફ લેવા માટે તેની સામે આવી ગયા. તેમની આગળ ચાલતી વખતે, એક વ્યક્તિ અચાનક ભીડમાં પડી ગયો. ધનશ્રી પણ ડરી ગઈ. આ પછી ધનશ્રી વર્મા ગુસ્સે થઈ ગઈ અને બોલી, 'શું કરી રહ્યા છો યાર.' તેને આ ઘણી વાર કહ્યું.


2023 માં પહેલીવાર સંબંધોમાં અણબનાવની ચર્ચા

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું. બંને એકબીજાને સપોર્ટ કરવા આવ્યા હતા. 2023 માં પહેલીવાર બંને વચ્ચે ખટાશના સમાચાર આવ્યા હતા. 2024ની શરૂઆતમાં પણ, તેમના અલગ થવાના સમાચાર આવ્યા હતા પરંતુ પછી ક્રિકેટરે તેને ચર્ચાઓ ગણાવીને નકારી કાઢ્યા હતા. જાન્યુઆરી 2025 માં, એવું જોવા મળ્યું કે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા હતા અને એકબીજા સાથેના ફોટાની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી. આ પછી, તેમના અલગ થવાના સમાચાર આવ્યા અને આ વખતે બંનેએ તેનો સમાચારને ખોટાં ગણાવ્યા નહીં.

ચહલ અને ધનશ્રીએ 2020માં કર્યા હતા લગ્ન

લોકડાઉન દરમિયાન યુઝવેન્દ્ર ચહલ એક ઓનલાઈન ડાન્સ ક્લાસમાં જોડાયો હતો, જેમાં ધનશ્રી વર્મા તેને ડાન્સ શીખવી રહી હતી. આ સમય દરમિયાન ચહલ તેના પ્રેમમાં પડી ગયો. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રીએ કહ્યું હતું કે ચહલે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ 8 ઓગસ્ટ 2020 ના રોજ સગાઈ કરી અને આ વર્ષે 22 ડિસેમ્બરે લગ્ન કર્યા.


  • Follow us on: