- હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેનો ડાન્સ વીડિયો વાયરલ
- અનન્યાની નજીકની મિત્રએ હાર્દિક સાથેના સબંધોને લઈ કર્યો ખુલાસો
- 'હાર્દિક અને અનન્યા સાથે છે તે વાતમાં બિલકુલ સત્ય નથી
અંબાણી ફેમિલી ફંક્શનમાં હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે ત્યારથી તેમના અફેરના સમાચારો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે અનન્યા પાંડેની નજીકની મિત્રએ હાર્દિક અને અભિનેત્રી વચ્ચેના સંબંધોનો પર્દાફાશ કર્યો છે.
અભિનેત્રીની નજીકની મિત્રએ કર્યો મોટો ખુલાસો
અનન્યા પાંડેની નજીકની મિત્રએ હાર્દિક સાથેના સબંધોને લઈ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, 'હાર્દિક અને અનન્યા સાથે છે તે વાતમાં બિલકુલ સત્ય નથી. બંનેએ અંબાણીના લગ્નમાં સાથે સમય વિતાવ્યો હતો અને તેમના વાઇબ્સ મેચ થયા હતા. અનન્યા આવી છે. તેણી જેને મળે છે તેની સાથે મૈત્રીપૂર્ણ બને છે. તે આનંદનો પ્રસંગ હતો અને બધા ખુશ હતા.
હાર્દિક અને અનન્યાનું અફેર?
જે લોકો તેને રોમેન્ટિક એન્ગલથી જોઈ રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે, 'અનન્યા અત્યારે તેના કામ પર ફોકસ કરી રહી છે. તેની પાસે ફિલ્મો અને OTT પ્રોજેક્ટ છે. તે પોતાની તમામ ઉર્જા તેના કરિયર પર કેન્દ્રિત કરવા માંગે છે. તેથી અનન્યા અને હાર્દિકના અફેરની વાતો પાયાવિહોણી છે. અનન્યા પાંડે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાર્દિક સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. ત્યાર બાદ બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા અને અફેરના સમાચારે જોર પકડ્યું હતું.
તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડેએ હાલમાં જ આદિત્ય કપૂર રોય સાથે બ્રેકઅપ કર્યું છે. બ્રેકઅપ બાદ અનન્યા સતત નિસ્તેજ ચહેરા સાથે જોવા મળતી હતી. પરંતુ અંબાણીના ફંક્શનમાં તે થોડી ખુશખુશાલ દેખાતી હતી. જ્યારે હાર્દિકે અંબાણી ફંક્શનમાં હાજરી આપ્યાના થોડા દિવસો બાદ જ નતાશા સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. છૂટાછેડા બાદ નતાશા તેના પુત્ર સાથે સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે.