- પૂજા હેગડેને જાનથી મારવાની મળી ધમકી
- દુબઈમાં ક્લબ ઓપનિંગ વખતે પૂજા હેગડેની ચર્ચા
- પૂજા હેગડે દ્વારા આ સમાચાર પર કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળેલી સાઉથની ખૂબસૂરત અભિનેત્રી પૂજા હેગડે વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હાલના અહેવાલો અનુસાર, અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.
દુબઈમાં ક્લબ ઓપનિંગ વખતે પૂજા હેગડેની ચર્ચા
અભિનેત્રી દુબઈમાં એક ક્લબના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગઈ હતી. જ્યાં તેમની દલીલ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આ વિવાદ બાદ પૂજા ભારત પરત ફરી છે. જોકે, પૂજા હેગડે અથવા તેની ટીમ દ્વારા આ સમાચાર પર કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી.
આ સમાચાર સાંભળીને ફેન્સ પરેશાન થયા
આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું હતું કે, 'કૃપા કરીને જલ્દી ભારત પાછા આવો', જ્યારે બીજા ફેને લખ્યું- 'તમે ઠીક છો'.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. ઈદ પર રિલીઝ થયેલી કિસી કા ભાઈ કિસી કી જાનમાં પૂજા સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ પછી પૂજા અન્ય કોઈ નવા પ્રોજેક્ટમાં જોવા મળી નથી. સલમાન ખાન સાથે ફિલ્મો કર્યા બાદ પૂજા ઘણીવાર વેકેશન પર જતી જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ફોટા શેર કરતી રહે છે.
હાલમાં આ સમાચાર વિશે પૂજા અને તેની ટીમ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે જેથી અભિનેત્રીના ચાહકો પણ સંતુષ્ટ થઈ શકે કે પૂજા હેગડે હવે કેવી છે.