• સોનુંને વધતી તી ઊંચાઈને કારણે શોમાંથી હટાવી તેવી અફવા
  • ઝીલે કહ્યું કે તેને તેની ઊંચાઈના કારણે શોમાંથી દૂર કરવામાં આવી નથી
  • મારે મારા અભ્યાસ પર કેન્દ્રિત કરવું હતું એટલા માટે તારક મહેતા શો છોડ્યો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. 2008થી ચાલી રહેલ આ શોને દર્શકો હજુ પણ પસંદ કરે છે. છેલ્લા બે વર્ષથી સતત વિવાદોને કારણે અસિત મોદીની આ સિરિયલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ વિવાદોએ ક્યારેય શોની ટીઆરપી પર કોઈ અસર કરી નથી. તારક મહેતાની 16 વર્ષની સફરમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. શો છોડવા પાછળ કેટલાક લોકોના પોતાના અંગત કારણો હતા અને કેટલાક કલાકારોએ પ્રોડક્શન સાથેના મતભેદોને કારણે શો છોડી દીધો હતો. હાલમાં જ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેમસ કેરેક્ટર 'સોનુ'ને લઈને એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

મારી ઊંચાઈના કારણે શોમાંથી નથી દૂર કરી

એવું કહેવામાં આવી રહ્યું હતું કે નીલા પ્રોડક્શન્સે 'સોનુ ભીડે'નું પાત્ર ભજવનારી અભિનેત્રી ઝિલ મહેતાને તેની વધતી ઊંચાઈને કારણે શોમાંથી હટાવી દીધી છે. પરંતુ હાલમાં જ તેના વ્લોગમાં ઝિલએ આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી અને શો છોડવાનું સાચું કારણ પણ જણાવ્યું હતું. ઝીલે કહ્યું કે તેને તેની ઊંચાઈના કારણે શોમાંથી દૂર કરવામાં આવી નથી.

સોને જણાવ્યું શો છોડવાનું કારણ

ઝીલે વીડિયોમાં કહ્યું હતું કે, 'હે ભગવાન, એવા ઘણા લોકો છે જે માને છે કે મારી વધતી ઊંચાઈને કારણે મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી કાઢી મૂકવામાં આવી છે આ ખૂબ જ અપમાનજનક છે. ના, ના, ના મને શોમાંથી બહાર કાઢવામાં આવી નથી મારે મારા અભ્યાસ પર કેન્દ્રિત કરવું હતું એટલા માટે મે તારક મહેતા શો છોડ્યો હતો. લોકોને સમજવું શા માટે આટલું મુશ્કેલ છે? હું ખરેખર સમજી શકતો નથી.


  • Follow us on: