• દિલજીત દોસાંજ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં
  • દિલજીતની પત્ની છે અને તે એક પુત્રનો પિતા પણ છે:કિયારા અડવાણી
  • દિલજીતની પત્ની અને પુત્ર ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં રહે છે

ફેમસ પંજાબી સિંગર દિલજીત દોસાંજ પોતાના અવાજથી ફેન્સનું દિલ જીતવામાં સફળ રહ્યો છે. તે અવારનવાર કોન્સર્ટમાં તેના લાઈવ પરફોર્મન્સ કરી ધૂમ મચાવે છે. માત્ર પંજાબી ફિલ્મોમાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ સાથે કામ કર્યું છે પરંતુ આ દરમિયાન દિલજીત હવે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી ગયો છે.

દિલજીત દોસાંજ પરિણીત છે?

અહેવાલ છે કે પંજાબી ગાયક દિલજીત દોસાંજ પહેલેથી જ પરિણીત છે અને તેને એક બાળક છે. આટલું જ નહીં, કિયારા અડવાણીએ તેના જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલજીતની પત્ની છે અને તે એક પુત્રનો પિતા પણ છે. જો કે, ગાયક હંમેશા તેના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. હકીકતમાં અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજે 'ગુડ ન્યૂઝ'માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના પ્રમોશન દરમિયાન કિયારાએ કહ્યું હતું કે તેના સિવાય ફિલ્મના તમામ કલાકારો પરિણીત છે અને તમામને બાળકો છે. આના પરથી સ્પષ્ટ થયું કે દિલજીત પણ પરિણીત છે.

દિલજીતે કર્યો દાવો

દિલજીતે તેના એક જૂના ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે. સિંગરે કહ્યું કે તે નથી ઈચ્છતો કે તેનો પરિવાર કોઈપણ કારણસર ટ્રોલ થાય. મળતી માહિતી મુજબ, દિલજીતની પત્ની અને પુત્ર ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં રહે છે. જો કે, તે ક્યારેય તેની પત્ની સાથે ફોટા શેર કરતો નથી જેના કારણે કેટલાક ચાહકો આ સમાચારથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. કહેવાય છે કે દિલજીતની પત્નીનું નામ સંદીપ કૌર છે.

તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંજે એક ફેમસ પંજાબી સિંગર છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેક કોન્સર્ટ કરે છે. જેના કારણે તેઓ કરોડો રૂપિયા કમાય છે. હાલમાં ગાયકે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.


  • Follow us on: